કર્ણાટકમાં હવે શું થશે? આ રહ્યું તમે જાણવા માંગો છે તે આખેઆખું રાજકીય ગણિત - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટકમાં હવે શું થશે? આ રહ્યું તમે જાણવા માંગો છે તે આખેઆખું રાજકીય ગણિત

કર્ણાટકમાં હવે શું થશે? આ રહ્યું તમે જાણવા માંગો છે તે આખેઆખું રાજકીય ગણિત

 | 5:15 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામ જેમ-જેમ આવી રહ્યાં છે ત્રિશંકુ વિધાનસભાની તસવીર સ્પષ્ટ થતી દેખાઇ રહી છે. અત્યારના રૂઝાનો અને સીટો પર જીતની દ્રષ્ટિથી જેડીએસ કિંગમેકર અને કિંગ બંને બનવાની ભૂમિકામાં દેખાઇ રહી છે. કૉંગ્રેસે પોતાની હાર સ્વીકારતા જેડીએસને સમર્થન આપવાની જાહેરાત પણ કરી દીધી છે અને કુમારસ્વામીએ તાબડતોડ રાજયપાલને પત્ર લખી આજે સાંજે મળવાનો સમય પણ માંગી લીધો છે. એવામાં હવે રાજ્યપાલના વિવેક પર જ બધું જ નિર્ભર કરે છે. આવો અમે તમને જણાવી પ્રસિદ્ધ એસઆર બોમ્મઇ vs કેન્દ્ર સરકારના કેસના આલોકમાં કે રાજયપાલ પોતાના વિવેકના આધાર પર શું-શું નિર્ણય લઇ શકે છે.

સૌથી મોટા પક્ષના રૂપમાં ભાજપને સરકાર બનાવાનું નિમંત્રણ
કર્ણાટકના જ પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઇ vs કેન્દ્ર સરકારનો એક અગત્યનો કેસ કર્ણાટકના સંદર્ભમાં એક નજીર બની શકે છે. બોમ્મઇ કેસમાં કોર્ટ આદેશ આપી ચૂકી છે કે બહુમતીનો નિર્ણય રાજનિવાસમાં નહીં પરંતુ વિધાનસભાના પટલ પર થશે. સામાન્ય રીતે રાજ્યપાલ આ નિર્દેશનું પાલન કરતાં સૌથી મોટા પક્ષને સરકાર બનાવાનું આમંત્રણ આપતા આવ્યા છે. જો આવું જ થયું તો ભાજપને સરકાર બનાવાનું નિમંત્રણ મળશે કારણ કે અત્યાર સુધીના રૂઝાનોના મતે ભાજપ 104, કૉંગ્રેસ 78, જેડીએસ પ્લસ 38 અને અન્ય 2 સીટો મેળવતી દેખાય રહી છે. એવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે.

રાજ્યપાલ ઇચ્છે તો કૉંગ્રેસ-જેડીએસને પણ તક મળી શકે છે
હવે તમે કર્ણાટકની બીજી તસવીર જુઓ. ભાજપને એકલી બહુમતી મળતી દેખાઇ રહી નથી. અત્યારના રૂઝાન અને પરિણામના મતે કૉંગ્રેસ અને જેડીએસ મળીને બહુમતના આંકડા (222 સીટ પર ચૂંટણીના હિસાબથી 112)ને પાર કરતાં દેખાય રહી છે. સિદ્ધારમૈયા રાજીનામું આપી ચૂકયા છે અને કૉંગ્રેસે જેડીએસને સમર્થન આપતા સીએમ પદની ઓફર આપી દીધી છે. જેડીએસના કુમારસ્વામીએ આ ઑફરને સ્વીકારતા રાજ્યપાલ પાસેથી મળવાનો સમય પણ માંગી લીધો છે. એવામાં રાજયપાલ ઇચ્છે તો ચૂંટણી બાદ બનતા નવા ગઠબંધનને સરકાર બનાવાનો મોકો આપી શકે છે. તાજેતરમાં ગોવા, મેઘાલય, અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં આવું જ થઇ ચૂકયું છે. જ્યારે સૌથી મોટી પાર્ટી હોવા છતાંય કૉંગ્રેસની જગ્યાએ ચૂંટણી બાદ ગઠબંધનને સરકાર બનાવાનું નિમંત્રણ મળ્યું હતું.

હવે કર્ણાટકની ડાઇ કોના પલ્લામાં જશે તેનો નિર્ણય રાજ્યપાલે કરવાનો છે. જો રાજ્યપાલ યેદિયુરપ્પાને સરકાર બનાવા માટે બોલાવે છે તો ભાજપને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે. અત્યારની તસવીરને જોતા તકનીકી પર બહુમતી વગર જેડીએસ સાબિત થઇ શકશે નહીં. એવામાં ધારાસભ્યોની ખરીદ-વેચાણની આશંકાને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. એટલે કે હવે તમામની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણય પર ટકેલી છે.