કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ આપ્યુ મોટું નિવેદન, જાણીને ચોંકી જશો - Sandesh
  • Home
  • India
  • કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ આપ્યુ મોટું નિવેદન, જાણીને ચોંકી જશો

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ આપ્યુ મોટું નિવેદન, જાણીને ચોંકી જશો

 | 3:43 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના રૂઝાન જેમ-જેમ આવ્યા ભાજપના ખેમામાં ખુશીની લહેર દોડતી ગઇ, પરંતુ બપોર પડતા-પડતા બહુમતીનો પેચ ફસાઇ ગયો. આ બધાની વચ્ચે કૉંગ્રેસ અને જેડીએસે સરકાર બનાવાનો દાવો કર્યો અને સાંજે રાજ્યપાલ વજુભાઇ વાળાને મળવાની જાહેરાત કરી. આ બધાની વચ્ચે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ કહ્યું કે અંતિમ પરિણામ પહેલાં કોઇ પક્ષને આમંત્રણ નહીં તેમ કહી દીધું છે.

એક સમયે રૂઝાનમા બહુમતીનો 112નો આંકડો પાર કરી ચૂકેલ ભાજપ હાલ 106 સીટો પર જ આગળ ચાલી રહી છે. આમ બહુમતીના આંકડાથી 6 સીટ દૂર દેખાઇ રહી છે. આ બધાની વચ્ચે 74 સીટો પર આગળ ચાલી રહેલ કૉંગ્રેસ પણ સક્રિય થઇ ગઇ છે અને ભાજપને રોકવા માટે જેડીએસના કુમારસ્વામીને સીએમ ઉમેદવાર બનાવાની રજૂઆત કરી શકે છે.

બીજીબાજુ મળતી માહિતી પ્રમાણે ભાજપના નેતાઓ પણ સરકાર રચવાનો દાવો કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવા માટે અમિત શાહના ઘરે બેઠક ચાલી રહી છે. ભાજપના ત્રણ નેતાઓ બેંગલુરૂ પહોંચશે. આમ હાલની પરિસ્થિતિ જોતા કર્ણાકટમાં કોણ સરકાર બનાવશે તેને લઇ જોરદાર સસ્પેન્સ ચાલી રહ્યું છે.