કર્ણાટક: ખરીદ-વેચાણના આરોપ પર ભાજપ વિફરી, કૉંગ્રેસ-JDS અંગે કહ્યું કે.... - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કર્ણાટક: ખરીદ-વેચાણના આરોપ પર ભાજપ વિફરી, કૉંગ્રેસ-JDS અંગે કહ્યું કે….

કર્ણાટક: ખરીદ-વેચાણના આરોપ પર ભાજપ વિફરી, કૉંગ્રેસ-JDS અંગે કહ્યું કે….

 | 3:25 pm IST

કર્ણાટકમાં સરકાર બનાવાની ખેંચતાણની વચ્ચે જેડીએસના ધારાસભ્ય દળના નેતા કુમારસ્વામીએ ભાજપ પર ખરીદ-વેચાણનો આરોપ લગાવી સનસની પેદા કરી દીધી. જેડીએસના આ આરોપ પર કૉંગ્રેસ અને ભાજપની તરફથી આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે. ભાજપ પોતાની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરી રહી છે.

પોતાની પાર્ટી પર લાગેલા આરોપોને નકારતા કર્ણાટક ભાજપના ઇનચાર્જ પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેઓ ભાજપની વિરૂદ્ધ બેબુનિયાદી વાતો કરી રહ્યાં છે. ભાજપની તરફથી કોઇ ખરીદ-વેચાણ કરવામાં આવ્યું નથી પરંતુ કૉંગ્રેસ તેના માટે લોકપ્રિય છે. તેમના પોતાના નેતા ગઠબંધન માટે ખુશ નથી.

તેમણે કહ્યું કે 100 કરોડનો આંકડો માત્ર કાલ્પનિક છે પરંતુ આ કૉંગ્રસ-જેડીએસનો રાજકીય હિસ્સો છે. અમે રાજ્યમાં સરકાર બનાવા જઇ રહ્યાં છીએ અમે રાજ્યપાલની સમક્ષ અમારો દાવો રજૂ કરી દીધો છે. બીજીબાજુ કૉંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ આરોપ મૂકયો કે ભાજપ સરકાર બનાવા માટે તમામ દાવા કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે પૈસા ઓફર કરાઇ રહ્યાં છે. રાજકીય તાકતનો ઉપયોગ થઇ રહ્યો છે. કૉંગ્રેસ ધારાસભ્ય ટીડી રાજેગૌડાએ કહ્યું કે તેમમણે અમને બોલાવ્યા પરંતુ અમે કોઇ ધ્યાન આપ્યું નહીં. મેં તેમણે સ્પ્ષ્ટ કરી દીધું કે મને બોલાવામાં ન આવે. હું સમર્પિત કૉંગ્રેસનો કાર્યકર્તા છું. તેઓ આ બધું ઘણા લાંબા સમયથી કરી રહ્યાં છે. આ તેમનો ધંધો છે.

ડેપ્યુટી સીએમ બનવાની ઇચ્છા પર કૉંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે કોઇ વસ્તુ માટે પૂછવાનો કોઇ પ્રશ્ન જ નથી. અમારી પ્રાતમિકતા અત્યારે એક સેક્યુલર સરકાર બનાવાની છે. અમારા તમામ 78 ધારાસભ્ય સાથે છે.

100 કરોડ અને કેબિનેટમાં જગ્યાની ઓફર
આપને જણાવી દઇએ કે ધારાસભ્ય દળની બેઠક બાદજ જેડીએસના કુમારસ્વામીએ પત્રકાર પરિષદ કરીને ભાજપ પર તેમના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયા અને મંત્રીમંડળમાં જગ્યાની લાલચ આપવાનો આરોપ મૂકયો છે. તેમણે પ્રશ્ન કર્યો કે ભાજપની પાસે આટલા પૈસા કયાંથી આવ્યા અને શું આ કાળું નાણું છે. તેમણે ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે લોકોને આપવામાં આવેલ 1500000 રૂપિયાનું વચન નિભાવા માટે સરકારની પાસે પૈસા નથી પરંતુ ધારાસભ્યોને ખરીદવા માટે છે.

એટલું જ નહીં તેમણે ભાજપને પડકર સુદ્ધા દીધો છે કે જો તેમના 10 ધારાસભ્ય તોડવાની કોશિષ કરાઇ તો તેમના 20 (ભાજપના) ધારાસભ્ય તોડી દેશે. તેમણે રાજ્યપાલને પણ હોર્સ-ટ્રેડિંગ ન થાય, એ ધ્યાનમાં રાખતા નિર્ણય લેવાની વાત કહી.