કર્ણાટકમાં સરકાર કોઇની પણ બને, પરંતુ 'બ્રાન્ડ મોદી' વધુ મજબૂત થઇ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કર્ણાટકમાં સરકાર કોઇની પણ બને, પરંતુ ‘બ્રાન્ડ મોદી’ વધુ મજબૂત થઇ

કર્ણાટકમાં સરકાર કોઇની પણ બને, પરંતુ ‘બ્રાન્ડ મોદી’ વધુ મજબૂત થઇ

 | 8:34 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ભાજપ માટે સત્તા ખૂબ નજીક હોવા છતાં ખૂબ દૂર દેખાય રહી છે પરંતુ ‘બ્રાન્ડ મોદી’ ફરી એક વખત મજબૂતીથી ઉભરી છે. એકલા દમ ચૂંટણીમાં નેતૃત્વ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક ચૂંટણી દ્વારા પણ એ વ્યક્ત કર્યું કે કેમ ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં તેઓ સૌથી મોટા ગેમ ચેન્જર નેતા છે.

24 રેલીઓનો ચમત્કાર
1 મેથી જ્યારે નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાન સંભાળી તો ખુદ ભાજપના નેતાઓનું માનવું હતું કે પાર્ટીમાં ઉત્સાહ-ઉર્જા આમ પણ નહોતી, જેની જીત માટે દરકાર થાય છે. ભાજપ કૉંગ્રેસના મુકાબલામાં પાછળ રહી હતી. તમામ ઓપિનિયન પોલમાં પણ ભાજપને પાછળ ગણાવી રહ્યાં હતા. પરંતુ પીએમે ધુઆંધાર 24 રેલીઓ કરી આખું ચિત્ર જ બદલી નાંખ્યું. કાડરમાં ઉત્સાહ ભરવાથી લઇને જમીન પર આખી રાજકીય લડાઇને પોતાની આસપાસ કરી તેમણે વિરોધીઓને મુશ્કેલીમાં મૂકી દીધા.

બેસ્ટ ફિનિશર છે પીએમ
તાજેતરના દિવસોમાં આ પહેલી ચૂંટણી નહોતી, જ્યાં મોદી આવ્યા અને બાજી મારી લીધી. આ મામલામાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ગુજરાત વિધાનસભા દરમ્યાન પણ તેમણે પોતાના દમ પર ભાજપ મટે સ્થિતિ શ્રેષ્ઠ કરી દીધી હતી. આ કેસમાં તેમની તુલના ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશર્સ કરીકે કરવામાં આવે તો ખોટી નથી.

વિરોધીઓની પિચ પર બેટિંગ
આખરે ‘બ્રાન્ડ મોદી’ સતત મજબૂત કેમ થ રહી છે? તેનું કારણ પીએમનું મજબૂત રાજકારણ અને રાજકીય નસ પર તેમની સારી પકડ. એવા સમયમાં જ્યારે ભાજપ પર વિપક્ષે દલિત અને ગામવિરોધીનો આરોપ મૂકયો, મોદીએ આ પિચ પર વિરોધીઓને જવાબ આપવાનું શરૂ કરી દીધું. તેના પરિણામે આ વિસ્તારોમાં ભાજપને મોટી જીત મળી.

કનકેટ કરીને જીતે છે
સ્પષ્ટ છે કે મોદી જ્યારે લોકોને કનેકટ કરે છે ત્યારે તેમનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે. આ ‘બ્રાન્ડ મોદી’ની સૌથી મોટી તાકત છે. કર્ણાટક ચૂંટણી દરમ્યાન કૉંગ્રેસના નેતાઓએ માન્યું કે તેમની પાસે મોદીના પ્રચાર બાદ માહોલને કેવી રીતે બદલીએ, તેનો કોઇ ઉપાય મળી રહ્યો નહોતો.

પરંતુ અસલી પડકાર તો આગળ છે
કર્ણાટકમાં ભાજપની જીતને ઉંમરે સુધી પહોંચાડ્યા બાદ પીએમ મોદીનો અસલી પડકાર હવે શરૂ થયો છે. હવે આવનારા સમયમાં એ ચૂંટણી થવાની છે, જ્યાં ભાજપની પહેલેથી સરકાર છે. 2019માં પણ તેમણે ખુદને સરકારના પક્ષમાં વોટ માંગવાના છે. અત્યાર સુધી બદલાવ માટે પીએમ મોદી વોટ માંગી રહ્યા છે, જેમાં તેમણે મોટી સફળતા મળી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ જેવા રાજ્યમાં ભાજપ સત્તામાં છે. તેના માટે હવે મોદીને રણનીતિ બદલવી પડી શકે છે.