દેવગૌડાની સાથે આવ્યા નરેન્દ્ર મોદીના બે 'જૂના પાક્કા મિત્રો', બગાડશે બાજી? - Sandesh
  • Home
  • Featured
  • દેવગૌડાની સાથે આવ્યા નરેન્દ્ર મોદીના બે ‘જૂના પાક્કા મિત્રો’, બગાડશે બાજી?

દેવગૌડાની સાથે આવ્યા નરેન્દ્ર મોદીના બે ‘જૂના પાક્કા મિત્રો’, બગાડશે બાજી?

 | 2:29 pm IST

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલની વચ્ચે દક્ષિણ ભારતના રાજકારણમાં એક નવી ગોળબંધી થતી દેખાય રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે એચ.ડી.દેવગૌડાને ફોન કરીને મદદની રજૂઆત કરી છે. સાથો સાથે તેમણે ધારાસભ્યોને વિજયવાડા કે વિશાખાપટ્ટનમમાં રોકાવાની રજૂઆત કરી છે.

દિલચસ્પ એ છે કે ચંદ્રબાબુ નાયડુ અને કેસીઆર એક સમયે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએનો હિસ્સો હતા, પરંતુ ચંદ્રબાબુએ આંધ્રપ્રદેશના ખાસ રાજ્યના દરજ્જાની માંગ પૂરી ન થતાં એનડીએ સાથે છેડો ફાડી નાંખ્યો. જ્યારે કે.ચંદ્રશેખર રાવ ભાજપ અને કૉંગ્રેસની વિરૂદ્ધ ત્રીજા મોર્ચાના ગઠનમાં બરાબર લાગી ગયા છે.

આપને જણાવી દઇએ કે દેવગૌડાની પાર્ટી જેડીએસ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 37 સીટોની સાથે ત્રીજા નંબર પર રહ્યા અને કૉંગ્રેસના સમર્થનથી કર્ણાટકમાં સરકાર બનાવાનો દાવો કરી રહ્યાં છે. દેવગૌડાના દીકરા કુમારસ્વામી કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનમાં મુખ્યમંત્રી હશે.

જો કે ગુરૂવારની સવારે ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજભવન જઇ ખેડૂતો અને ઇશ્વરના નામ પર મુખ્યમંત્રી પદના શપથ લીધા, બીજીબાજુ યેદિયુરપ્પાના શપથ ગ્રહણની વિરૂદ્ધ કૉંગ્રેસે ત્રણ કલાક વિધાનસભાની બહાર જોરદાર પ્રદર્શન કર્યું. તેમાં જેડીએસના ધારાસભ્ય પણ સામેલ થયા, તો કૉંગ્રેસના બે અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સિવાય ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસના કર્ણાટક પ્રભારી મહાસચિવ કે.સી.વેણુગોપાલ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પ્રતિમાની સામે બેસી વિરોધ વ્યક્ત કર્યો. ત્રણ કલાક પ્રદર્શન બાદ કૉંગ્રેસ નેતા અને ધારાસભ્ય પાછા ઇગલટન રિસોર્ટ જતા રહ્યાં.

પત્રકારો સાથે વાતચીતમાં સિદ્ધારમૈયાએ યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવાના રાજ્યપાલ વજુભાઇ વાળાના નિર્ણયને ‘અભૂતપૂર્વ’ ગણાવ્યો. તેમણે કહ્યું કે હવે યેદિયુરપ્પાને આ ધારાસભ્યોની યાદી તૈયાર કરવી પડશે, તેનું સમર્થન તેમણે પ્રાપ્ત છે.

આની પહેલાં સુપ્રીમ કોર્ટે આખી રાત ચાલેલ દુર્ભભ સુનવણી બાદ યેદિયુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો હતો.

મોડી રાત્રે બે વાગ્યાને 11 મિનિટથી આજે સવારે 5:28 સુધી ચાલેલી સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં શપથ ગ્રહણ અને સરકારની રચનાની પ્રક્રિયા કોર્ટની સમક્ષ લંબિત આ કેસના અંતિમ નિર્ણયના દાયરામાં હશે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એકે સીકરી, ન્યાયમૂર્તિ એસ.કે.બોબડે અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની એક ખાસ બેન્ચે કેસની આગળની સુનવણી માટે શુક્રવાર સવારની તારીખ નક્કી કરી અને ભાજપ દ્વારા કર્ણાટકના રાજ્યપાલને આપવામાં આવેલા ધારાસભ્યોના સમર્થનવાળા પત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો.