કર્ણાટક: કૉંગ્રેસને ધારાસભ્યો છટકી જવાનો ડર, આ 5 જગ્યા પર કરી શકે છે શિફ્ટ - Sandesh
  • Home
  • Featured
  • કર્ણાટક: કૉંગ્રેસને ધારાસભ્યો છટકી જવાનો ડર, આ 5 જગ્યા પર કરી શકે છે શિફ્ટ

કર્ણાટક: કૉંગ્રેસને ધારાસભ્યો છટકી જવાનો ડર, આ 5 જગ્યા પર કરી શકે છે શિફ્ટ

 | 8:28 pm IST

ઉત્તર ભારતમાં ધૂળનું તોફાન આવ્યું છે તો દક્ષિણ ભારતમાં રાજકીય તોફાન આવ્યું છે. કર્ણાટકમાં ભલે ભાજપે સરકાર બનાવી લીધી હોય પરંતુ બહુમતી સાબિત કરવાને લઇ હજુ પણ કોશિષો ચાલુ છે. કૉંગ્રેસ અને જેડીએ પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવાના સતત પ્રયત્નો કરી રહી છે પરંતુ તેઓ કયાં સુધી આમ કરી શકશે એ હજુ સ્પષ્ટ નથી.

આ બધાની વચ્ચે કૉંગ્રેસ માટે એક ઝાટકાભર્યા સમાચાર આવ્યા છે કે કૉંગ્રેસના ધારાસભ્ય આનંદ સિંહ હવે પાર્ટીની સાથે છેડો ફાડી ચૂકયા છે. આનંદ સિંહે આ અંગે પાર્ટીને કહી દીધું છે. જો કે આનંદ સિંહ ભાજપની સાથે જશે નહીં. પરંતુ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. સ્પષ્ટ છે કે જો આનંદ સિંહ રાજીનામું આપશે તો ફરીથી બહુમતીના આંકડા માટે સંખ્યામાં થોડાંક ફેરફાર થઇ શકે છે.

બેંગલુરૂથી શિફ્ટ થશે ધારાસભ્યો
આ બધાની વચ્ચે કૉંગ્રેસ અને જેડીએસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગલુરૂથી બીજી કોઇ જગ્યાએ શિફ્ટ કરી શકે છે. ચર્ચા છે કે બંને પક્ષને ડર છે કે કયાંક એક પછી એક ધારાસભ્યો છટકી ના જાય. આજે રાત્રે જ તમામ ધારાસભ્યોને કોચ્ચી લાવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જેડીએસના ધારાસભ્યો બેંગલુરૂની શાંગરી-લામાં રોકાયા છે. કહેવાય છે કે કૉંગ્રેસ ધારાસભ્ય કોચ્ચીની ક્રાઉન પ્લાઝા હોટલમાં રોકાશે તેના માટે તમામ તૈયારીઓ કરાઇ રહી છે.

કૉંગ્રેસ નેતા ડીકે શિવકુમારનું કહેવું છેકે અમે બધા રાત્રે બેઠક કરીશું. તમામ મોટા નેતા એ વાત પર નિર્ણય કરશે કે ધારાસભ્યોને કયાં લઇ જવા. તેમણે કહ્યું કે ધારાસભ્યોને આંધ્રપ્રદેશ, વિશાખાપટ્ટનમ, પંજાબ, કોચ્ચી કે પછી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન પણ લઇ જઇ શકાય છે. તેમણે કહ્યું કે કુમારસ્વામીએ અમને કહ્યું કે તેમના ધારાસભ્યોને આઇટી અને ઇડીની ધમકીઓ આપવામાં આવી રહી છે.

બીજીબાજુ યેદિયુરપ્પા એ ઇંગલટન રિસોર્ટના અધિકારીઓને જ બદલી નાંખ્યા છે. નવી રચાયેલી યેદિયુરપ્પા સરકારે રામનગર જિલ્લાના સપાને બદલી નાંખ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ યેદિયુરપ્પા સાંજે સિદ્ધગંગા મઠ પહોંચ્યા હતા. અહીં તેમણે મઠના પ્રમુખ 111 વર્ષના શિવકુમાર સ્વામીના આશીર્વાદ લીધા હતા.