કર્ણાટક વિધાનસભા ચૂંટણી : આ એક્ઝિટ પોલમાં BJPને સ્પષ્ટ બહુમત - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટક વિધાનસભા ચૂંટણી : આ એક્ઝિટ પોલમાં BJPને સ્પષ્ટ બહુમત

કર્ણાટક વિધાનસભા ચૂંટણી : આ એક્ઝિટ પોલમાં BJPને સ્પષ્ટ બહુમત

 | 9:53 pm IST

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયાની સાથે જ તમામ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. જેમાં ક્યાંક મિશ્ર તો ક્યાંક કોંગ્રેસ તરફી પરિણામો રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ ટાઈમ્સ નાઉ-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતીથી પણ વધારે બેઠકો મળતી દર્શાવવામાં આવી રહી છે.

ટાઈમ્સ નાઉ-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે ભાજપને કર્ણાટક વિધાનસભામાં 120 બેઠકો મળી શકે છે. 224 બેઠકો ધરાવતી કર્ણાટક વિધાનસભામાં બહુમતનો આંકડો 113 બેઠક છે.

ટાઈમ્સ નાઉ-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 120, કોંગ્રેસને 73 અને જેડીએસ પ્લસને 26 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. જ્યારે અન્યને માત્ર 3 બેઠકો મળતી હોવાની આ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે.

ટાઈમ્સ નાઉ-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ અને કોંગ્રેસને મળતી બેઠકોના અનુંમાનમાં માર્જિન ઓફ એરર 11 બેઠકોનું હોઈ શકે છે. જ્યારે જેડીએસ માટે માર્જિન ઓફ એરર 7 અને અન્ય માટે 3 બેઠક હોઈ શકે છે. આ એક્ઝિટ પોલ અનુંસાર ભાજપને 39 ટકા, કોંગ્રેસને 36 ટકા, જેડીએસ પ્લસને 18 ટકા અને અન્યને 7 ટકા મત મળવાનું અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

વોટ શેરમાં માર્જિન ઓફ એરર 3 ટકા રાખવામાં આવ્યો છે. જોકે અન્ય એક્ઝિટ પોલમાં મોટા ભાગનામાં કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી તરીકે દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે જેડીએસને રાજ્યમાં કિંગ મેકરની ભૂમિકામાં દર્શવાઈ છે. ક્યાંક કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાવવાની આગાહી પણ કરવામાં આવી છે.

કર્ણાટક વિધાનસભાની આજે યોજાયેલી ચૂંટણીના પરિણામ 15 તારીખે એટલે કે મંગળવારે જાહેર થશે.