બહુમતી પહેલાં અટકયો BJPનો વિજય રથ, હવે સામે આવ્યા આ નવા સમીકરણો - Sandesh
  • Home
  • Featured
  • બહુમતી પહેલાં અટકયો BJPનો વિજય રથ, હવે સામે આવ્યા આ નવા સમીકરણો

બહુમતી પહેલાં અટકયો BJPનો વિજય રથ, હવે સામે આવ્યા આ નવા સમીકરણો

 | 2:43 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમા અત્યાર સુધીના રૂઝાન અને પરિણામોમાં ભાજપ બહુમતીની એકમદ નજીક આવીને અટકી જતા પરિસ્થિતિ એકદમ રસપ્રદ બની ગઇ છે. કૉંગ્રેસે મોકો જોઇને ચોગ્ગો મારી ભાજપને સત્તા પ્રાપ્તથી રોકવા માટે મોટો દાવ ચલાવ્યો છે. તેણે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (જેડીએસ)ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ બધાની વચ્ચે ભાજપે પણ સક્રિય થતાં પોતાના ત્રણ સિનિયર નેતાઓ પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા, અને ધર્મેન્દ્ર પ્રધાનને કર્ણાટક રવાના કરી દીધા છે.

દેવગૌડાએ ઓફર સ્વીકાર કરી: આઝાદ
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે દેવગૌડા અને કુમારસ્વામી સાથે વાત કરી છે. તેમણે અમારી ઓફરને સ્વીકારી લીધી છે. અમને આશા છે કે અમારો સાથ હશે. કૉંગ્રેસના નેતા જી.પરમેશ્વરે કહ્યું કે અમે જનાદેશને સ્વીકાર કર્યો છે. તેમના સમક્ષ નતમસ્તક છે. સરકાર બનાવા માટે અમારી પાસે આંકડા નથી. એવામાં કૉંગ્રેસે સરકાર બનાવા માટે જેડીએસને સમર્થન આપવાની રજૂઆત કરી છે. કૉંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે અમે (કૉંગ્રેસ અને જેડીએસ) સંયુકત રીતે આજ સાંજે ગવર્નરથી મુલાકાત કરીશું. જો કે સૂત્રોનું કહેવું છે કે ગવર્નર કહે છે કે તેઓ ત્યાં સુધી કોઇ પ્રસ્તાવ પર વિચાર નહીં કરે જ્યાં સુધી ચૂંટણી પંચની તરફથી પરિણામોની માહિતી મળી નથી.

જાણો હવે શું થઇ શકે છે
કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટો છે, જેમાં 222 પર મતદાન થયું છે. એવામાં બહુમતી માટે હજુ 112 અને બચેલી 2 સીટો પર પણ ચૂંટણી થવા પર 113 સીટોની દરકાર થશે. અત્યાર સુધી રૂઝાન અને પરિણામોમાં ભાજપની પાસે 104, કૉગ્રેસની પાસે 78, જેડીએસની પાસે 37, બસપાની પાસે 1 અને અન્યની પાસે 2 સીટો છે. જોવાની વાત એ છે કે હજુ પૂરા પરિણામો આવ્યા નથી અને મોટાભાગના રૂઝાન જ સામે આવ્યા છે. એવામાં આ આંકડો ઘટી-વધી શકે છે. જાણો આવી સ્થિતિમાં શું છે સરકાર બનવાની સંભાવનાઓ….

ભાજપનું શું છે સત્તા સમીકરણ: જો કર્ણાટક જનતા પાર્ટી, બીએસપી, અને એક અન્ય ભાજપને સમર્થન કરે છે તો તેઓ 107 પર પહોંચશે. પરંતુ બહુમતીથી ત્યારે પણ 5 સીટ દૂર જ રહેશે. એવામાં જો ભાજપને બહુમત એકત્ર કરવી જે તો તેને જેડીએસનો સાથ લેવો જ પડશે અથવા તો ફરી જોડતોડ કરવું પડશે. આવી સ્થિતિમાં તેઓ કૉંગ્રેસના કેટલાંક ધારાસભ્યોને પલ્લામાં કરતાં તેમને રાજીનામું અપાવાનો દાવો ચલાવી શકે છે. એવામાં આ સીટો પર ફરી ચૂંટણી થશે અને જીત પ્રાપ્ત કરવા માટે બહુમતી એકત્ર કરી શકશે.

કૉંગ્રેસનું સમીકરણ: હાલ કૉંગ્રેસ 78 સીટો પર આગળ છે જ્યારે જેડીએસ 37 સીટો પ્રાપ્ત કરતી દેખાઇ રહી છે. એવામાં બંનેને સાથે આવવા માટે બહુમતીનો જાદુઇ આંકડો મેળવવો ખૂબ સરળ રહેશે. કૉંગ્રેસનો દાવો છે કે જેડીએસે તેની ઓફર સ્વીકારી લીધી છે. જોકે હવે જોવાનું દિલચસ્પ રહેશે કે ભાજપ કૉંગ્રેસના આ દાવ પર શું પ્રતિક્રિયા આપે છે.