કર્ણાટકમાં જોડતોડનું રાજકારણ, અત્યાર સુધીની સૌથી અગત્યની વાતો એક ક્લિક પર - Sandesh
NIFTY 10,953.00 -27.45  |  SENSEX 36,331.14 +-42.30  |  USD 69.0300 +0.41
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કર્ણાટકમાં જોડતોડનું રાજકારણ, અત્યાર સુધીની સૌથી અગત્યની વાતો એક ક્લિક પર

કર્ણાટકમાં જોડતોડનું રાજકારણ, અત્યાર સુધીની સૌથી અગત્યની વાતો એક ક્લિક પર

 | 5:05 pm IST

કર્ણાટકના રાજકારણમાં દરેક પળના ઘટનાક્રમ બદલાઇ રહ્યો છે. કૉંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોને તોડવાની કોશિષ કરવાનો આરોપ મૂકી રહી છે. તો ભાજપનું કહેવું છે કે કૉંગ્રેસ સત્તા મેળવવા માટે ‘બૈક ડોર એન્ટ્રી’ની કોશિષ કરી રહ્યું છે. ધારાસભ્ય દળની બેઠક બાદ જેડીએસના કુમારસ્વામીએ પત્રકાર પરિષદ કરી ભાજપ પર તેના ધારાસભ્યોને 100 કરોડ રૂપિયા અને મંત્રીડમંળમાં જગ્યાની લાલચ આપવાનો આરોપ મૂકયો છે.

ધારાસભ્ય ખરીદવાની કોશિષ
કુમારસ્વામીએ ભાજપને પ્રશ્ન કર્યો કે ભાજપની પાસે ધારાસભ્યોને ખરીદવા માટે પૈસા કયાંથી આવ્યા, તેની તપાસ થવી જોઇએ. જે પૈસાનો ઉપયોગ ગરીબો માટ થવો જોઇએ, તે પૈસા ધારાસભ્યોને ખરીદવામાં ઉપયોગ થઇ રહ્યો છે.

‘કૉંગ્રેસનો આરોપ ખોટો’
BJP નેતા અને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 100 કરોડ રૂપિયા ઓફર કરવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. કૉંગ્રેસ અને જેડીએસ આ પ્રકારનું રાજકારણ કરે છે. જાવડેકરે કહ્યું કે અમે સંપૂર્ણપણે નિયમોની સાથે આગળ વધી રહ્યાં છે, અમે રાજ્યપાલને સરકાર બનાવા માટે અમારો દાવો રજૂ કર્યો છે. અમે સરકાર બનાવાને લઇ સંપૂર્ણપણે આશ્વસ્ત છીએ.

કૉંગ્રેસે કરી ધરણાંની વાત
કૉંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જો કૉંગ્રેસ-જેડીએસને રાજ્યપાલ દ્વારા નિમંત્રણ આપવામાં આવતું નથી તો આવતીકાલે તમામ ધારાસભ્ય રાજભવનની સામે ધરણાં પર બેસશે. અમારા સાંસદ પણ આ ધરણામાં સામેલ થઇ શકે છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની પાસે સરકાર બનાવા માટે તમામ જરૂરી નંબર છે. જ્યારે ભાજપની પાસે જરૂરી નંબર નથી.

યેદિયુરપ્પા લેશે શપથ?
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઇવાળાની મુલાકાત કરી. આ મુલાકાત બાદ રાજભવનથી બહાર નીકળી યેદિયુરપ્પા સરકાર બનાવાને લઇ આશ્વસ્ત દેખાયા. તેમણે ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું કે તેઓ સરકાર બનાવા જઇ રહ્યાં છે. તેમણે એમ પણ દાવો કર્યો કે તેઓ કાલે શપથ લેશે.

કૉંગ્રેસના ધારાસભ્ય એકજૂથ
આ બધાની વચ્ચે સૂત્રોના હવાલે મળતી માહિતી પ્રમાણે કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પાર્ટીના નિર્ણયની વિરૂદ્ધ જવાનો નિર્ણય કર્યો છે, આ ધારાસભ્ય પાર્ટીની બેઠકમાં પણ સામેલ થયા નથી. આ સંબંધમાં જ્યારે સિદ્ધારમયૈને પ્રશ્ન કરાયો તો તેમમે કહ્યું કે અમારા તમામ ધારાસભ્ય એકજૂથ છે.