સિદ્ધારમૈયા અને કોંગ્રેસ માટે અશુભ સાબિત થઇ "બાદામી" અમાસ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સિદ્ધારમૈયા અને કોંગ્રેસ માટે અશુભ સાબિત થઇ “બાદામી” અમાસ

સિદ્ધારમૈયા અને કોંગ્રેસ માટે અશુભ સાબિત થઇ “બાદામી” અમાસ

 | 1:51 pm IST

આજે બાદામી અમાસ છે અને ઉત્તરીય કર્ણાટક વિસ્તારમાં આ માન્યતા છે કે આજના દિવસે નવા કામનો આરંભ કરવામાં આવતો નથી. કર્ણાટકમાં મતગણના ચાલુ છે, કોંગ્રેસ અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા માટે બાદામી અમાસ અશુભ સાબિત થઇ છે. બે બેઠકથી ચૂંટણી લડતા સિદ્ધારમૈયા ચામુન્ડેશ્વરીની બેઠક પર જેડીએસ ઉમેદવારથી હારી ગયા છે, જ્યારે છેલ્લા અપડેટ સુધી બાદામી બેઠક પર તેઓ બીજેપીના બી શ્રીરામુલુથી આગળ ચાલી રહ્યાં છે.

એવું કહેવાય છે કે ઉત્તરીય કર્ણાટકની બાદામી બેઠકનું નામ પણ આ અમાસના નામ પર રાખવામાં આવ્યું છે. બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકર્તા તેમના પોતાના નેતાઓની જીતની માંગણી કરી રહ્યાં છે સિદ્ધારમૈયાની સામે બી શ્રીરામુલુનો પડકાર છે, જેમને બીજેપીની જીત પછી ઉપમુખ્યમંત્રી બનાવવાની શક્યતા છે.

સી.એમ. રહેઠાણમાં સિદ્ધારમૈયા અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની વચ્ચે બેઠક ચાલુ છે. સીએમ સિદ્ધારમૈયાએ ગુલામ નબી આઝાદ અને અન્ય વરિષ્ઠ નેતાઓથી મુલાકાત કરી છે અને પરિણામ જાહેર થાય બાદ તે આજે સાંજે રાજીનામું આપશે તેવી શક્યતા છે.