બાબા રામદેવે ભવિષ્યવાણી કરી દીધી કે 2019ની લોકસભા ચૂંટણીનો પ્રબળ દાવેદાર કોણ? - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાબા રામદેવે ભવિષ્યવાણી કરી દીધી કે 2019ની લોકસભા ચૂંટણીનો પ્રબળ દાવેદાર કોણ?

બાબા રામદેવે ભવિષ્યવાણી કરી દીધી કે 2019ની લોકસભા ચૂંટણીનો પ્રબળ દાવેદાર કોણ?

 | 8:28 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ મંગળવારના રોજ આવવાના છે. રાજકીય નિષ્ણાતો, એક્ઝિટ અને ઓપિનિયન પોલ દ્વારા અલગ-અલગ સંભાવનાઓ સામે મૂકાઇ છે. પાર્ટીઓ પોત-પોતાના દાવા કરી રહી છે. આ બધાની વચ્ચે એક દાવો યોગ ગુરૂ બાબા રામદેવે પણ કર્યો છે. બાબા રામદેવે કહ્યું છે કે કર્ણાટક ચૂંટણી ભારતીય રાજકારણને નવી દિશા આપશે. સાથો સાથ તેમણે દાવો કર્યો કે જે કર્ણાટક જીતશે, તે 2019 લોકસભા ચૂંટણી જીતવાનો પ્રબળ દાવેદાર હશે.

આપને જણાવી દઇએ કે આવતીકાલે કર્ણાટક વિધાનસભાના પરિણામ આવવાના છે પરંતુ એક્ઝિટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણીને જોતા સરકાર બનાવા માટે જોડ-તોડનો દોર શરૂ થઇ ગયો છે. આ બધાની વચ્ચે કર્ણાટક ચૂંટણી પર પ્રતિક્રિયા આપતા બાબા રામદેવે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દેશના રાજકારણને નવી દિશા આપશે. કર્ણાટક ચૂંટણીના વિજેતાની પાસે 2019 લોકસભા ચૂંટણી જીતવાની ક્ષમતા હશે.

જોડ-તોડનો રાજકારણની વચ્ચે કિંગમેકર જેડીએસ ચીફ દેવગૌડાને રિઝવવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દલિત સીએમનું નિવેદન આપી આડકરતા અણસાર આપી ચૂકયા છે. મળતી માહિતી પ્રમાણે કૉંગ્રેસ નેતા દેવગૌડાના સંપર્કમાં છે. તેમના નેતા પણ જેડીએસ ચીફ સાથે સતત સંપર્ક બનાવી રાખ્યો છે.

…તો ખડગે બની શકે છે સીએમ?
બીજીબાજુ કૉંગ્રેસની તરફથી ખડગેને કર્ણાટકના સીએમ બનાવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેના પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું કે જે પણ કૉંગ્રેસ હાઇકમાન કહેશે તે મને મંજૂર હશે. જો બહુમતી નહીં આવે તો તે સમયે વિચારશે. એવું એટલા માટે ક દેવગૌડાના કૉંગ્રેસની સાથે આવવામાં સિદ્ધારમૈયા એક મોટો પેચ છે. તેના લીધે ખુદ દેવગૌડાએ જ નહીં સિદ્ધારમૈયાને 2005માં જેડીએસે બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

પરિણામો પર ટકેલી છે બધાની નજર
હાલ બધાની નજર પરિણામો પર ટકેલી છે. શું કૉંગ્રેસ પાર્ટી કર્ણાટકના રૂપમાં પોતાનો આખરી ગઢ બચાવામાં કામયાબ થશે? શું ભાજપનું કૉંગ્રેસ મુકત અભિયાન કર્ણાટકમાં કમળ ખીલવવામાં સફળ થશે કે પછી પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસ કોઇ કમાલ દેખાડશે? આ પ્રશ્નોના જવાબ મંગળવારના રોજ મળશે.