આ મંદિરમાં દૂર દૂરથી આવીને લોકો ચઢાવે છે ચપ્પલ - Sandesh
  • Home
  • Astrology
  • આ મંદિરમાં દૂર દૂરથી આવીને લોકો ચઢાવે છે ચપ્પલ

આ મંદિરમાં દૂર દૂરથી આવીને લોકો ચઢાવે છે ચપ્પલ

 | 7:15 pm IST

કર્ણાટકનાં ગુલબર્ગ જિલ્લામાં લકમ્મા દેવીનું મંદિર છે. અહીં દર વર્ષે ફૂટવીઅર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારમાં દૂર-દૂરથી લોકો ચપ્પલ ચઢાવવા માટે આવે છે. આ તહેવારમાં ગોલા(B) નામનાં ગામનાં લોકો હર્ષો-ઉલ્લાસથી ભાગ લે છે. આ તહેવાર તેના અજીબ રિવાજોને કારણે પ્રખ્યાત છે.

આ ઉત્સવનું આયોજન દર વર્ષે દિવાળીનાં છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. લોકો અહીં આવીને માનતાઓ માને છે અને તે પુરી થાય તે માટે મંદિરની બહાર એક ઝાડ પર ચપ્પલો બાંધે છે. આ દરમિયાન લોકો ભગવાનને શાકાહારી અને માંસાહારી ભોજનનો ભોગ પણ આપે છે.

લોકોનું માનવું છે કે આ રીતે ચપ્પલો ચઢાવવાથી ભગવાન દુષ્ટાત્માઓથી તેમની રક્ષા કરે છે.

લોકોનું એવું પણ માનવું છે કે અહીં ચપ્પલો ચઢાવવાથી પગ અને ઘુંટણને લગતી બીમારીઓ દૂર થઇ જાય છે. આ મન્દિરમાં હિન્દુ જ નહીં પરંતુ મુસલમાન પણ આવે છે. માનવામાં આવે છે કે ભક્તોએ ચઢાવેલી ચપ્પલો રાત્રે માતા પહેરીને ફરે છે અને તેમની રક્ષા કરે છે.

લકમ્મા દેવીનાં મંદિરે ભક્તો અતુટ શ્રદ્ધા સાથે આવે છે અને ચપ્પલો ચઢાવી પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે.