સંજોગ: 22 વર્ષે સમયે પડખું ફેરવ્યું, દેવગૌડા સામે 'બદલો' લેવાનો વારો હવે વજુભાઇનો - Sandesh
  • Home
  • Featured
  • સંજોગ: 22 વર્ષે સમયે પડખું ફેરવ્યું, દેવગૌડા સામે ‘બદલો’ લેવાનો વારો હવે વજુભાઇનો

સંજોગ: 22 વર્ષે સમયે પડખું ફેરવ્યું, દેવગૌડા સામે ‘બદલો’ લેવાનો વારો હવે વજુભાઇનો

 | 4:05 pm IST

સત્તાની રાજકીય રમતની વચ્ચે કર્ણાટકનું રાજકારણ ખૂબ જ અનોખા સંજોગોમાંથી પસાર થઇ રહ્યું છે. આજની સ્થિતિમાં કર્ણાટકના રાજકારણમાં બે વ્યક્તિ અગત્યનો ભાગ ભજવે છે. એક પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા જેમની પાર્ટી જેડીએસ કૉંગ્રેસના સમર્થન બાદ કિંગમેકરમાંથી કિંગની ભૂમિકામાં છે. તો બીજીબાજુ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ આર વાળા જે નક્કી કરશે કે સરકાર બનાવાનો પહેલો હક કોને મળશે.

દિલચસ્પ વાત એ છે કે ઠીક 22 વર્ષ પહેલાં આ બંને પાત્રોની હાજરીમાં રાજકારણે કંઇક આવી જ કરવટ લીધી હતી. સ્થિતિ ત્યારે તદ્દન ઉલટી હતી. ત્યારે દેવગૌડા દેશના વડાપ્રધાન હતા અને વજુભાઇ ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા. ત્યારે પીએમ દેવગૌડાની ભલામણ પર ભાજપની સરકારે સત્તા ગુમાવી હતી. સોશ્યલ મીડિયા પર રાજકારણનો આ સંજોગ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જાણો શું થયું હતું તે સમયે….

1996માં ગુજરાતમાં પૂર્વ ભારતીય જનતા પાર્ટીના નેતા શંકર સિંહ વાઘેલાએ પાર્ટી છોડતા સુરેશ મહેતાનું નેતૃત્વ કરતી ભાજપ સરકાર પર સંકટ આવી ગયું હતું. ગૃહમાં પાર્ટીને પોતાની બહુમતી રજૂ કરવાની હતી, પરંતુ ત્યારે હિંસા સુદ્ધાં થવા લાગી હતી. પાર્ટીએ પોતાની બહુમતી રજૂ કરી પરંતુ એસેમ્બલી સ્પીકરે વિપક્ષને સસ્પેંડ કરી દીધા. તેના એક દિવસ પછી રાજ્યપાલે રાષ્ટ્રપતિને પત્ર લખીને રાજ્ય વિધાનસભાને વિઘટિત કરવાની ભલામણ કરી દીધી.

પીએમએ આપી હતી આ સલાહ…
રાષ્ટ્રપતિએ તત્કાલીન વડાપ્રધાન દેવગૌડાની સલાહ પર ગૃહનું વિઘટન કરી દીધું. ત્યારબાદ વાઘેલા એક વર્ષ માટે સીએમ બન્યા ત્યારબાદ કૉંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું હતું. ફરીથી ચૂંટણી થઇ અને ભાજપ ફરીથી સરકારમાં આવી ગઇ.

ખુરશી પર હતા આ દિગ્ગજ
દિલચસ્પ વાત એ છ કે જે સમયે આ ઉથલપાથલ ગુજરાતમાં થઇ રહી હતી ત્યારે રાજ્યના ભાજપના ધ્યક્ષ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા હતા અને તેઓ પીએમએ ગુજરાત સદનના વિઘટનની સલાહ રાષ્ટ્રપતિને આપી હતી. તે હતા એચડી દેવગૌડા.

ફરીથી સામ-સામે
હવે 22 વર્ષ બાદ કર્ણાટકમાં એવી સ્થિતિ બની છે કે દેવગૌડાના નાના દીકરા કુમારસ્વામીની પાસે મુખ્યમંત્રી બનવાની તક છે અને આ વાતનો નિર્ણય એ વ્યક્તિને કરવાનો છે જેની પાર્ટીને સરકારથી બહાર કરવા માટે દેવગૌડાએ આ જોડતોડ કર્યું હતું. સોશ્યલ મીડિયા પર ઇતિહાસની આ ઘટનાની ખૂબ ચર્ચા અને શેર થઇ રહી છે. લોકો આને કૉંગ્રેસનું કર્મ ગણાવે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ માધવે પણ આ ઘટનાનો ઉપયોગ માત્ર ફેસબુક પર કર્યો છે.