2 રનથી મળેલ જીત પર થયો વિવાદ, BCCIએ કરવી પડશે ચોખવટ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • 2 રનથી મળેલ જીત પર થયો વિવાદ, BCCIએ કરવી પડશે ચોખવટ

2 રનથી મળેલ જીત પર થયો વિવાદ, BCCIએ કરવી પડશે ચોખવટ

 | 6:28 pm IST

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુરૂવારનાં રોજ કર્ણાટક અને હેદરાબાદ વચ્ચે રમાયેલ મેચ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. આ મેચમાં કર્ણાટકે હેદરાબાદને માત્ર 2 રનથી હરાવી દીધુ હતું. વિશાખાપટ્ટનમના ડો. વાઇ.એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં એમ્પાયરોની ભૂલનાં કારણે કર્ણાટકનાં સ્કોરમાં બે રન ઉમેરવામાં આવ્યા, જેનું વળતર હેદરાબાદને ભોગવવું પડ્યું. જેનાથી નારાજ ખેલાડીઓ ભડકી ગયા. હેદરાબાદનાં ખેલાડીઓનું કહેવું છે કે, સ્કોરમાં બાદમાં કરવામાં આવેલા બદલાવનાં કારણે તેમની ટીમ હારી ગઇ.

મીડિયા રિપોર્ટસ અનુસાર, બીજી ઓવરનાં ચોથા બોલ પર હેદરાબાદનાં ફિલ્ડર મેહદી હસનનો પગ બાઉન્ડ્રી લાઇનને ક્રોસ કરી ગયો હતો. એમ્પાયરે બેસ્ટમેન કરૂણ નાયરને 4 રન આપવાના સ્થાને 2 રન આપ્યા હતાં. બંન્ને એમ્પાયરે રિવ્યૂ માટે મેચને રોકી પણ નહી. પરંતુ હેદરબાદની ઇનિંગ્સ શરૂ થયા પહેલા સ્કોરમાં સુધાર કરીને એમ્પાયરોએ તેમને 205/5 કરી દીધો હતો.

હેદરાબાદની ઇનિંગ્સ શરૂ થયા પહેલા કર્ણાટકનાં કેપ્ટન વિનય કુમાર અને હેદરાબાદનાં કેપ્ટન અંબાતી રાયડુની એમ્પાયરો સાથે રકઝક પણ થઇ હતી. મેચ સમાપ્ત થયા સુધી ફણ રાયડુ એમ્પાયરો પાસે આ વાત ઉઠાવતા રહ્યા. ટીમનાં અન્ય ખેલાડીઓ પણ મેદાન પર આવી ગયા હતાં. જેના કારણે કેરળ અને આંધ્રપ્રદેશ વચ્ચે રમાનાર મેચ સમયસર શરૂ થઇ શકી ન હતી. રિપોર્ટ અનુસાર, રાયડુએ જણાવ્યું કે, તેઓ બીજી મેચને અટકાવવા માંગતા નથી. તેમણે માત્ર સુપર ઓવર કરાવવાની માંગ કરી હતી. રાયડુએ વધુમાં જણાવ્યું હતું કે, અંતમાં અમે એમ્પાયરો પાસે સુપર ઓવરની માંગ માટે પહોંચ્યા હતા અને તે જ વિવાદનું કારણ હતું. અમે તેમને જણાવ્યું કે, મેચ પૂર્ણ થઇ નથી જેથી અમે સુપર ઓવર રમવા માંગીએ છીએ.

રિપોર્ટસ અનુસાર, કર્ણાટક ટીમનાં અધિકારીએ કહ્યું કે, ખેલાડીઓએ આ મુદ્દો થર્ડ એમ્પાયર સામે ઉઠાવ્યો, જેમણે મેદાન પર હાજર એમ્પાયરોને આ વિશે જણાવ્યું. ત્યાં જ હવે બીસીસીઆઇ એ પણ આ વિવાદમાં ટ્વીટ કરીને તપાસની વાત કહી છે. બીસીસીઆઇ એ કહ્યું, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2018માં હેદરાબાદ અને કર્ણાટકની મેચ દરમિયાન થયેલા વિવાદ પર બોર્ડે સંજ્ઞાન લીધુ છે. મેચ રેફરીની રિપોર્ટ આવ્યા બાદ આચાર સંહિતા અંતર્ગત એક્શન લેવામાં આવશે.