જળ સંસાધન મંત્રીનો મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતો સેક્સ વીડિયો થયો વાયરલ

કર્ણાટકમાં (Karnataka) એક સેક્સ સ્કેંડલ (Sex Scandal ) સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી (Ramesh Jarkiholi) પર કથિત યૌન શોષણ (Sexual Abuse)નો આરોપ લાગ્યો છે. એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શારીરિક સંબંધો (Sexual Reletion) બાંધતા નજરે પડે છે. જારકીહોલીએ આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે. વીડિયો સામે આવતા મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.
અન્ય એક સામાજીક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લી (Dinesh Kallahalli)એ આ મામલે બેંગલુરૂ શહેરના પોલીસ કમિશ્નર પાસે ફરિયાદ નોંધાવી છે અને પીડિતા માટે સુરક્ષાની માંગણી કરી છે. કર્ણાટક (Karnataka)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બીએસ યેદિયુરપ્પા સરકારની સામે સંકટ ઊભું થયું છે. રાજ્યના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી અને એક અજ્ઞાત મહિલાનો વીડિયો સામે આવ્યો છે, જેને ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહ્યો હતો.
આ બાબતે સોશિયલ એક્ટિવિસ્ટ દિનેશ કાલાહલ્લીએ બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે વીડિયો ક્લિપમાં મંત્રી કથિત રીતે નોકરી અપાવવાના નામે મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક અંગ્રેજી અખબાર અનુસાર પોલીસે અત્યાર સુધી ઔપચારિક મામલો નથી નોંધ્યો. ડેપ્યૂટી કમિશ્નર એમ.એન. અનુચેથે કહ્યું કે હાલ પોલીસ ફરિયાદની હકીકતની તપાસ કરી રહી છે.
Karnataka Minister Ramesh Jarkiholi tenders resignation from his post in the wake of his alleged involvement in a sex tape case. His letter to CM reads, 'Allegation against me is far from truth. As fair investigation should take place, I'm resigning on moral grounds."
(File pic) pic.twitter.com/m6gNqoKBa8
— ANI (@ANI) March 3, 2021
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આ મામલામાં પાર્ટીના સાથીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારે કહ્યું છે કે રમેશનો પક્ષ સાંભળ્યા બાદ તેમનું રાજીનામું માંગી લેવાશે. પ્રાથમિક શિક્ષણ મંત્રી સુરેશ કુમારે કહ્યું હતું કે, પાર્ટીના નેતા આ મામલા પર નિર્ણય લેશે.
જોકે, બીજેપી નેતાઓએ આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા નથી આપી, તેની સાથોસાથ આરોપી મંત્રી પણ ચૂપ છે. તેમનો ફોન સ્વિચ ઓફ હતો. 60 વર્ષીય રમેશ, યેદિયુરપ્પાના નેતૃત્વવાળી બીજેપી સરકારમાં ઉત્તર કર્ણાટકના બેલગાવી ક્ષેત્રના શક્તિશાળી નેતા છે. તેઓએ વર્ષ 2019માં 17 કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ બીજેપીને સરકાર રચવામાં અને જુલાઈ 2019માં સત્તામાં આવવામાં મદદ મળી.
મંત્રીએ આપવુ પડ્યું રાજીનામું
કર્ણાટક સેક્સ સીડી કાંડમાં ઘેરાયેલા સરકારના મંત્રી રમેશ જારકીહોલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદ વચ્ચે બુધવારે જારકીહોલીએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને મોકલ્યું છે. રમેશ જારકીહોલીએ પોતાના રાજીનામાં આપતા જણાવ્યું કે મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે. તે સચ્ચાઈથી ઘણા દૂર થે, હું મામલામાં નિર્દોષ સાબિત થઈશ. મને પૂરેપૂરો વિશ્વાસ છે. નૈતિકતાના આધારે મે રાજીનામું આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન