NIFTY 10,265.65 +98.95  |  SENSEX 33,250.30 +301.09  |  USD 64.4450 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video વાયરલ: વિધાનસભા સત્રમાં ‘ગુલ્લી’ મારી કૉંગ્રેસના ધારાસભ્યએ મહિલા સાથે માર્યા ઠુમકા

Video વાયરલ: વિધાનસભા સત્રમાં ‘ગુલ્લી’ મારી કૉંગ્રેસના ધારાસભ્યએ મહિલા સાથે માર્યા ઠુમકા

 | 2:08 pm IST

કર્ણાટકના કૉંગ્રેસ ધારાસભ્ય અંબરીશના ડાન્સનો એક વીડિયો અત્યારે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના લીધે અંબરિશની સોશ્યલ મીડિયા પર ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વાત એમ છે કે કર્ણાટકના કૉંગ્રેસ ધારાસભ્ય વિધાનસભા સત્ર છોડીને એક મ્યુઝિક લૉન્ચ કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તેમણે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો. આ બધાની વચ્ચે સૌથી અગત્યની વાત એ છે કે અંબરીશે બેલગાવીમાં ચાલી રેહલ વિધાનસભા સત્ર કરતાં કયાંય વધુ મહત્વ બેંગલુરૂમાં આયોજીત મ્યુઝિક લોન્ચ કાર્યક્રમને આપ્યું.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે અંબરીશ સ્ટેજ પર એક મહિલાની સાથે ડાન્સ કરી રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. એકટરમાંથી રાજનેતા બનલા અંબરીશના આ વીડિયોના લીધે સોશ્યલ મીડિયા પર તેઓ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમણે વોટ માત્ર તેમની આ યોગ્યતાના લીધે જ આપ્યો. ત્યારે કેટલાંક લોકોએ તેમને એક્ટરની સાથે રાજનેતા બનવા પર પણ પ્રશ્નો ઉભા કર્યાં છે.