karnataka srinivas gowda faster than usain bolt video viral
  • Home
  • Featured
  • VIDEO: પાડાની રેસમાં ગોળીની ગતિએ દોડ્યો આ શખ્સ, યુસૈન બોલ્ટનો રેકોર્ડ પણ હવામાં ઉડી ગયો

VIDEO: પાડાની રેસમાં ગોળીની ગતિએ દોડ્યો આ શખ્સ, યુસૈન બોલ્ટનો રેકોર્ડ પણ હવામાં ઉડી ગયો

 | 11:05 am IST

દોડની વાત આવે એટલે જમૈકાના યુસૈન બોલ્ટનું નામ પહેલા લેવામાં આવે. તેના નામે એક રેકોર્ડ છે કે, 9.58 સેકન્ડમાં તેણે 100 મીટરની દોડ પુરી કરેલી છે. પરંતુ કર્ણાટકના મુદબ્રિદી શહેરમાં 28 વર્ષના શ્રીનિવાસ ગૌડાએ યુસૈન બોલ્ટનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. કથિત રીતે પાડાની દોડની રેસ હતી એમાં શ્રીનિવાસે માત્ર 9.55 સેકન્ડમાં જ 100 મીટરનુ અંતર કાપી નાંખ્યું. અને હા, આ દોડ સામાન્ય ન હતી પરંતુ કાદવથી ભરેલા મેદાનમાં દોડ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, શ્રીનિવાસે આ દોડ 142.5 મીટરનું અંતર 13.62 સેકન્ડમાં કાપી લીધું છે.

આ જાણકારી ટ્વીટર પર DP SATISH દ્વારા શેર કરવામાં આવી છે. તેણે લખ્યું કે, આ 28 વર્ષના શ્રીનિવાસ ગૌડા છે. તે દક્ષિણ જિલ્લાના મુદબિદ્રીના રહેનાર છે. તે કંબાલા કે પાડાની રેસમાં 13.62 સેકન્ડમાં 142.5 મીટર દોડ્યો એ પણ કાદવથી ભરેલા મેદાનમાં. માત્ર 9.55 સેકન્ડમાં 100 મીટરનું અંતર તેણે કાપી લીધું હતું. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન