Siddaramaiah presents Rs 2.1 lakh crore Karnataka budget
  • Home
  • Featured
  • કર્ણાટક બજેટ: કુમારસ્વામીએ ખેડૂતોને ‘ઉલ્લું’ બનાવ્યા, 2 લાખનું દેવું કર્યું માફ, પરંતુ…

કર્ણાટક બજેટ: કુમારસ્વામીએ ખેડૂતોને ‘ઉલ્લું’ બનાવ્યા, 2 લાખનું દેવું કર્યું માફ, પરંતુ…

 | 1:06 pm IST

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ગુરુવારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. કુમારસ્વામીએ બજેટ રજૂ કરતી વખતે 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ રાહતની સાથે પેટ્રોલ- ડિઝલ અને વિજળીની કિંમત વધવાથી ખેડૂતોની સાથે સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે.

રિપોર્ટસ અનુસાર, કુમારસ્વામીએ 2,13,734 કરોડનું બજેટની જાહેરાત કરતા જણાવ્યું કે, તે સિદ્ધારમૈયા સરકારની તમામ યોજનાઓને ચાલું રાખશે. સર્વિસ અને એગ્રીકલ્ચર સેક્ટર પર ફોક્સ રાખવામાં આવ્યો છે. તેમણે બજેટમાં જાણકારી આપી હતી કે, વર્ષ 2016-17માં વૃદ્ધિ દર 7.5ટકા હતો, જે 2017-18માં વધીને 8.5 ટકા પર પહોંચી ગયો હતો. સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું દેવું માફ કરવા ઉપર હતી. તેમણે ભરોસો આપવાની કોશિશ કરી હતી કે, ચૂંટણી ઢંઢેરોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પુરા કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

ખેડૂતો માટે આ જાહેરાત
ખેડૂતોને નવી લોન લેવામાં મદદ કરવા માટે સરકાર ડિફોલ્ટિંગ એકાઉન્ટ્સમાંથી એરિયર ખતમ કરી નાખશે, જેનાથી ક્લિયરન્સ સર્ટિફિકેટ સરળતાથી મળી શકે. તેના માટે 6500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પહેલા ચરણમાં 31 ડિસેમ્બર 2017 સુધી લીધેલા દેવા માફ કરવામાં આવશે. જે ખેડૂતોએ પોતાની સમય મર્યાદાની અંદર લોન ચૂકવી દીધી છે, તેમને પ્રોત્સાહન રૂપે ચૂકવેલી રકમના 25,000 જે પણ ઓછા થયા છે, તે સરકાર ચૂકવશે.

પેટ્રોલ-ડિઝલ-વિજળીની કિંમતો વધી
સરકારે એક બાજુ ખેડૂતોનું દેવું માફ કરીને તેમને ખુશ કરવાની કોશિશ કરી, ત્યારે બીજી બાજુ પેટ્રોલ, ડિઝલ અને વિજળીના ભાવ વધારીને તેમને થનાર ફાયદા પર સવાલ ઉભા કરી દીધા છે. બજેટમાં પેટ્રોલના ભાવ 1.14 પ્રતિલીટર, ડીઝલ 1.12 પ્રતિલીટર અને વિજળીના ભાવમાં 20 પૈસા વધારો કરવામાં આવ્યો છે.