કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસના વોટ શેરમાં વધારો પરંતુ બેઠકોમાં થયો ઘટાડો - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસના વોટ શેરમાં વધારો પરંતુ બેઠકોમાં થયો ઘટાડો

કર્ણાટક ચૂંટણી પરિણામ : કોંગ્રેસના વોટ શેરમાં વધારો પરંતુ બેઠકોમાં થયો ઘટાડો

 | 7:09 pm IST

કર્ણાટકમાં પરાજિત થવા છતાં કોંગ્રેસ એટલો દિલાસો લઇ શકે છે કે તેને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 3.5 કરોડ કરતાં વધુ મતમાંથી 38 ટકા જેટલાં સૌથી વધુ મત પ્રાપ્ત થયાં છે. તેમ છતાં કોંગ્રેસને 42 ટકા બેઠકો ગુમાવવાનો વારો આવ્યો તે આપણી લોકશાહીની વિડંબના છે. પરાજય છતાં ટીમ રાહુલ એ વાતનું આશ્વાસન લઇ શકશે કે તેના મતોની ટકાવારીમાં વધારો થયો છે.

બીજીતરફ ભાજપે 16 ટકાના ઉછાળા સાથે 37 ટકા જેટલા મત હાંસલ કર્યાં છે. કોંગ્રેસ કરતાં ઓછા મત હાંસલ કર્યાં હોવા છતાં ભાજપની બેઠકોમાં બમણો વધારો થયો છે. જયારે રાજ્યમાં ત્રીજા પરિબળ એવા જેડીએસને ફક્ત 17 ટકા મત મળ્યા છતાં 37 જેટલી બેઠકો જીતી ગયો છે.

આવું આપણી લોકશાહીમાં જ નથી. દુનિયાભરની લોકશાહીમાં આવું વલણ જોવા મળે છે. 2016માં US સિસ્ટમ ઓફ ઇલેક્ટ્રોલ કોલેજમાં હિલેરી ક્લિન્ટનને વધુ મત મળ્યા હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ 270 ઇલેક્ટ્રોલ કોલેજ મત પ્રાપ્ત કરીને પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા હતા.

કોને કેટલાં મત હાંસલ થયાં(ગણતરી હજી ચાલુ)
કોંગ્રેસ 38 ટકા 1,36,99,683
ભાજપ 36.2 ટકા 1,30,61,008
જેડીએસ 18.4 ટકા 66,40,643

છેલ્લા 35 વર્ષમાં કોંગ્રેસને ક્યારેય ભાજપથી ઓછા મત મળ્યા નથી
કર્ણાટકમાં ભાજપ છેલ્લા 35 વર્ષથી ચૂંટણી લડી રહ્યો છે તેમ છતાં ક્યારેય કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં નથી. 2008માં કર્ણાટકમાં ભાજપની પહેલી સરકાર બની હતી ત્યારે પણ કોંગ્રેસને ભાજપ કરતાં એક ટકો વધુ મત હાંસલ થયાં હતાં. 2008માં ભાજપને 33.86 ટકા મત સાથે 110 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 34.76 ટકા મત સાથે ફક્ત 80 બેઠક મળી હતી.