કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન ફીકું, સાંજે 5 વાગ્યા સુધીમાં 70 % મતદાન - Sandesh
  • Home
  • India
  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન ફીકું, સાંજે 5 વાગ્યા સુધીમાં 70 % મતદાન

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન ફીકું, સાંજે 5 વાગ્યા સુધીમાં 70 % મતદાન

 | 7:58 am IST

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની 224માંથી 222 વિધાનસભા બેઠકો પર આજે મતદાન પુરૂ થઈ ગયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં 70 ટકા મતદાન થયું હતું. વર્ષ 2013માં 70.23 ટકા મતદાન નોંધાયું હતું.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયાં હતાં. લગભગ 55 હજાર મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થઈ ગયું હતું.તે દરમિયાન મૈસૂર, શિમોગા, પુત્તુર અને દાબામી સહિતના મતદાન કેન્દ્રો પર મતદાતાઓમાં ખસ્સો ઉત્સાહ જણાયો હતો. જ્યારે કલબુર્ગીના 3500 લોકોની વસ્તી ધરાવતા ચિત્તાપુરમાં લોકોએ ગ્રામ પંચાયતની માંગણીને લઈને મતદાન કરવાનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં 4.98 કરોડ મતદાતાઓએ હતાં.

જોકે સવારથી લઈને બપોર સુધી મતદાનની ગતિ ઘણી ધીમી રહી હતી. પરંતુ બપોર બાદ મતદાને સ્પીડ પકડી હતી. રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 70 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વખતની સરખામણી કરતાં ઓછું હતું.

મતદાન સંબંધિત તમામ અપડેટસ

– અમે લોકોને તેમના વોટિંગ અધિકારનો ઉપયોગ કરવાનો અને સ્વચ્છ છબીની સરકાર પસંદ કરવા માટે અપીલ કરીએ છીએ. અમને આશા છે કે પ્રજા દેશના રાજકારણને બદલવા માટે આજે એક મોટો નિર્ણય લેશે, રાષ્ટ્રીય દળો ભાજપ અને કૉંગ્રેસને નકારી દેશે અને તેની જગ્યાએ જેડી(એસ)-બસપા ગઠબંધન માટે મતદાન કરશે: દાનિશ અલી, જેડી(એસ)

– કર્ણાટકમાં આચારસંહિતા લાગૂ છે આથી વડાપ્રધાન મોદીએ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે નેપાળના મંદિરોમાં પ્રાર્થના કરવાની યોજના બનાવી. આ લોકતંત્ર માટે એક સારી પ્રવૃત્તિ નથી. તેમણે આજનો દિવસ કેમ પસંદ કર્યો?: અશોક ગેહલોત, કૉંગ્રેસ

– કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે મને વિશ્વાસ છે કે તેમની પાર્ટી 120થી વધુ સીટ જીતશે. જ્યારે યેદિયુરપ્પા અંગે કહ્યું કે તેમની માનસિક સ્થિતિ બરાબર નથી


– પહેલાં મતદાન- પછી લગ્ન: મડિકેરીના કંદોનકલ્લી ગામમાં એક દુલ્હને મેરેજ હોલ જતા પહેલાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું


– 103 વર્ષના મહિલાએ પાંડેશ્વરા, મેંગલુરૂમાં કર્યું મતદાન
– કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બસાવનગરમાંથી કર્યું મતદાન

– શ્રી શ્રી રવિશંકરે કનકપુરથી કર્યું મતદાન

– મૈસૂરના પૂર્વ શાહી પરિવારના કૃષ્ણદત્ત ચમરાજા વાડિયારે અહીં મતદાન કર્યું

– ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ શિકારીપુરમાં વોટ નાંખ્યો. મતદાન કરવા જતી વખતે કહ્યું આ વખતે લોકોને અમારામાં વિશ્વાસ દેખાડશે. મારું વચન છે કે કર્ણાટકને ગુડ ગવર્નન્સ આપીશ. અમને 150થી વધુ સીટો મળશે. હું 17મી મેના રોજ સરકાર બનાવીશ
– ભાજપ સાંસદ રાજીવ ચંદ્રશેખરે બેંગલુરૂના કોરમંગલામાં વોટ નાંખ્યો
– 222 સીટો પર મતદાન:
શહેરી વિસ્તારોમાં સવારે જ ઉમટ્યા મતદાતાઓ, ગ્રામીણ ક્ષેત્રની સીટો પર અપેક્ષાકૃત ઓછી લાઇનો
– બેલ્લારી- ભાજપના કે બી શ્રીરામાલુએ પોતાનો વોટ નાંખતા પહેલાં ગૌપૂજા કરી. તેઓ હાલમાં સીએમ સિદ્ધારમૈયાની સામે બાદામી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

– હુબલીના બુથ નંબર 108 પર બદલવામાં આવ્યું VVPAT મશીન, આ બુથ પર ફરીથી વોટિંગ શરૂ થવામાં હજુ પણ સમય
– બેંગલુરૂ- બીટીએમ વિધનસભા ક્ષેત્રના બુથ નંબર 172 પર મતદાન કરવા પહોચ્યા લોકો

– ગુલબર્ગ દક્ષિણમાં બુથ નંબર 159થી મતદાનની તસવીરો
– બાદામી વિધાનસભાના પોલિંગ બુથ નંબર 144 પર મતદાન કરવા લોકો પહોંચ્યા
– કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સદાનંદ ગૌડાએ પુત્તુરમાં કર્યું મતદાન
– ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાદ બી.એસ.યેદિયુરપ્પાએ શિમોગાના શિકારપુરમાં મતદાન કર્યું
– 4.98 કરોડ કરતાં વધુ મતદાર, 2.52 કરોડ પુરુષ મતદાર, 2.44 કરોડ મહિલા મતદાર, 4452 ટ્રાન્સજેન્ડર મતદાર, 2600 ઉમેદવાર, 55600 મતદાન મથક, 3.5 લાખ સુરક્ષાજવાન તહેનાત
– આદિવાસી વિસ્તારોમાં મતદાન મથકોને પરંપરાગત રીતે સજાવવામાં આવ્યાં છે.
– પહેલી વાર દિવ્યાંગ સરકારી કર્મચારીઓ પસંદગીનાં મતદાન મથકો ખાતે તહેનાત.
– પહેલી વાર મતદારો મતદાન મથક પર કેટલી લાંબી લાઇન છે તે અંગેની જાણકારી મોબાઇલ એપ મારફતે પ્રાપ્ત કરી શકશે.
– વર્તમાન સીએમ સિદ્ધારમૈયા સહિત ચાર પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં
1. સિદ્ધારમૈયા બદામી અને ચામુંડેશ્વરી બેઠક
2. યેદીયુરપ્પા શિકારીપુરા
3. એચ. ડી. કુમારાસ્વામી ચેન્નાપટના અને રામનાગરા
4. જગદીશ શેટ્ટર – હુબલી
– સિદ્ધારમૈયા અને કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે:  કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સિદ્ધારમૈયા અને જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડી રહ્યા છે. આ પાંચ સીટો વિશે જ ચર્ચા સૌથી વધારે છે.