જાણો કોણ છે રાધિકા જેની સાથેના લગ્નને લઇ ચર્ચામાં હતા કર્ણાટકના 'કિંગમેકર' કુમારસ્વામી? - Sandesh
  • Home
  • Featured
  • જાણો કોણ છે રાધિકા જેની સાથેના લગ્નને લઇ ચર્ચામાં હતા કર્ણાટકના ‘કિંગમેકર’ કુમારસ્વામી?

જાણો કોણ છે રાધિકા જેની સાથેના લગ્નને લઇ ચર્ચામાં હતા કર્ણાટકના ‘કિંગમેકર’ કુમારસ્વામી?

 | 6:01 pm IST

કર્ણાટકમાં બીજેપીની સરકાર બનાવતા રોકવા માટે કોંગ્રેસ જેડીએસ નેતા કુમારસ્વામીને સીએમ બનાવવા માટે તૈયાર છે. કર્ણાટકમાં હવે સત્તાની ચાવી જેમના હાથમાં હોવાનું લાગી રહ્યું છે તે કુમારસ્વામીને કોંગ્રેસે બિનશરતી ટેકો જાહેર કર્યો છે. કુમારસ્વામી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડાના દિકરા છે. રાજકીય કારણોસર તો તેઓ ચર્ચામાં રહે જ છે પરંતુ તેઓનું અંગત જીવન પણ એટલું જ રસપ્રદ છે.

કેટલાક વર્ષો પહેલા જ્યારે સાઉથની મશહુર અભિનેત્રી રાધિકા સાથે કુમારસ્વામીના લગ્નના સમાચાર વહેતા થયા ત્યારે કોઇ આ સમાચારને સાચા માનતુ નહોંતુ. પરંતુ એ સમયે કર્ણાટકના રાજકારણ અને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે આ હોટ ટોપીક હતો. હકીકતે 2016માં અભિનેત્રી અને કોંગ્રેસની નેતા રામ્યાએ કન્નડ અભિનેત્રી રાધિકાએ કુમારસ્વામી સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે અને રાધિકાની દીકરીના તેઓ પિતા છે તે વાતનો ખુલાસો કર્યો હતો.

કુમારસ્વામી કર્ણાટકમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓએ કહ્યું હતું કે અભિનેત્રી રામ્યાએ લંડનમાં ખાનગી લગ્ન કરી લીધા છે. કુમારસ્વામીના આ નિવેદન બાદ રામ્યાએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે બધા જાણે છે કે કુમારસ્વામીએ રાધિકા સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક દિકરી પણ છે. રામ્યાએ એવું પણ કહ્યું હતું કે તે આ બધુ જાણે છે કારણ કે તે રાધિકા સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ પહેલા કુમારસ્વામીના બીજા લગ્નને લઇને 2013માં પણ ચર્ચાઓ શરૂ થઇ હતી. અને એ સમયે રાધિકા અને એક બાળકી સાથે કુમારસ્વામી સાથેના ફોટાઓ વહેતા થયા હતા.

જો કે દેવેગૌડા પરિવારે ક્યારેય આ સબંધોને લઇને કંઇ કહ્યું નથી. કુમારસ્વામીએ અનિતા સાથે 1986માં લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેમને નિખિલ ગૌડા નામનો એક દિકરો પણ છે.

રાધિકા સાથે ક્યારે કર્યા લગ્ન ?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર 2006માં કુમારસ્વામીએ રાધિકા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેને શમિકા કુમારસ્વામી નામે એક દિકરી પણ છે. રાધિકા સાથે તેઓના લગ્નને લઇને કર્ણાટક હાઇકોર્ટમાં PIL પણ થઇ છે. પરંતુ હાઇકોર્ટે સાક્ષીઓની હાજરી ના હોય આ કેસને ફગાવી દીધો હતો.

કોણ છે રાધિકા ?
રાધિકા કન્નડ અભિનેત્રી છે. અહેવાલો અનુસાર નવ ધોરણ સુધીનો અભ્યાસ પુરો કર્યા બાદ તેણે કન્નડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતુ. 2002માં કન્નડ ફિલ્મ ‘નીલા મેધા શામા’થી તેણે અભિનયની શરૂઆત કરી હતી. 2003માં રાધિકા પાંચ કન્નડ ફિલ્મોમાં જોવા મળી જેમાં હેમંત હેગડેના દિગ્દર્શનમાં ઓહ લા લા, હજગાગાગી હતી.

યોગરાજ ભટ્ટની ફિલ્મ મનીમાં રાધિકાએ એક ગણિકાની દિકરીની ભૂમિકા અદા કરી હતી. રાધિકાએ તેલુગુ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે 2014માં કોડી રામાકૃષ્ણા નામની તેની ફિલ્મ રીલીઝ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન