એક રાઇસ મિલમાં ક્લાર્કથી મુખ્યમંત્રી સુધીની બીએસ યેદિયુરપ્પાની યાત્રા - Sandesh
  • Home
  • Featured
  • એક રાઇસ મિલમાં ક્લાર્કથી મુખ્યમંત્રી સુધીની બીએસ યેદિયુરપ્પાની યાત્રા

એક રાઇસ મિલમાં ક્લાર્કથી મુખ્યમંત્રી સુધીની બીએસ યેદિયુરપ્પાની યાત્રા

 | 9:23 am IST

કર્ણાટકમાં ચૂંટણી પછી ભારે વાદ વિવાદનો અંતે આખરે ભાજપ સરકાર બનાવવા જઇ રહ્યું છે. પરંતુ ભાજપની આ જીત મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના વગર ભાજપની જીત અધૂરી ગણી શકાય. રાજ્યમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાથી લઈ રાજકીય સમીકરણો સ્થાપિત કરવા અને તેને વિકસિત કરવા માટે તેમને કોઈ જ કસર છોડી નથી. યેદિયુરપ્પા શિકારીપુરાથી મેદાનમાં છે અને ત્યાંથી પોતાની જીત મેળવી છે. જે જોતાં ભાજપ તરફથી યેદિયુરપ્પાનું મુખ્યમંત્રી બનવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે આજે શપથગ્રહણ કરી રહ્યા છે.

  • માંડ્યા જિલ્લામાં બુકાનાકેરેમાં 27 ફેબ્રુઆરી 1943ના લિંગાયત પરિવારમાં યેદિયુરપ્પાનો જન્મ થયો હતો. જેના કારણે રાજ્યમાં લિંગાયત વોટબેન્ક મેળવવામાં સફળતા મળી છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજનીતિમાં સક્રિય હતા.
  • 1965માં તેમને સામાજિક કલ્યાણ વિભાગમાં પ્રથમ શ્રેણીની નોકરી છોડીને યેદિયુરપ્પા નોકરી છોડીને શિકારીપુરા આવી ગયા હતા અને અહીં તેમે શંકર રાઇસ મિલમાં એક ક્લાર્કની નોકરી સ્વીકારી હતી. પોતાના કોલેજના દિવસોમાં તેઓ RSSના ભાગ હતા. જે પછી 1970માં સાર્વજનિક સેવાઓ શરૂ કરી હતી. ત્યાંથી જ રાજકીય સફર શરૂ કરી હતી.
  • વર્ષ 2007માં કર્ણાટકમાં રાજકીય સંકટની સ્થિતિ જોવા મળી હતી. જે પછી જેડીએસ અને ભાજપ વચ્ચે મતભેદોના કારણે વિવાદ શરૂ થયો હતો અને તેના કારણે યેદિયુરપ્પા માટે સહાયક સાબિત થઈ અને 12 નવેમ્બર 2007ના ભાજપ રાજ્યમાં સત્તા પર આવી હતી.
  • યેદિયુરપ્પા ભાજપના એક એવા નેતા છે જેની મદદથી ભાજપે પહેલી વખત દક્ષિણ ભારતમાં ન માત્ર જીત મેળવી પરંતુ સાથે જ સત્તામાં પણ સ્થાન મેળવ્યું હતું. જો કે તેમના કામ કરતાં વિવાદોના કારણે ઘણાં ચર્ચામાં રહ્યા હતા. જેથી કૌભાંડોના કારણે તેમને સત્તા છોડવી પડી હતી.
  • શિકારીપુરામાં 1983થી યેદિયુરપ્પા પોતાની ઠાઠ જમાવની બેઠા છે. તેમની અહીં માત્ર 1999માં જ કોંગ્રેસના મહાલિંગપ્પા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તમામ વિપક્ષ માટે શિકારીપુરામાં યેદિયુરપ્પાને હરાવવા લગભગ અશક્ય જ છે.
  • મુખ્યમંત્રી પદ ગુમાવ્યાપછી યેદિયુરપ્પા ભાજપથી અલગ થયા હતા. જે પછી લિંગાયત ફેકટર સાથે નવો દાવ રમવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ભાજપે તેમને માનવીને પોતાના દક્ષિણના મોર્ચાને મજબૂત કરવા માટે યેદિયુરપ્પાને પોતાની સાથે જોડી લીધા હતા.
  • વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાતા થતાં 2013માં તેમને ભાજપમાં પાછા ફર્યા હતા. એટલું જ નહીં 2018ના માટે યેદિયુરપ્પા પર ભાજપે પોતાનો વિશ્વાસ રાખ્યો અને તેમને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.