શપથ ગ્રહણ કરતા જ યેદિયુરપ્પાએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શપથ ગ્રહણ કરતા જ યેદિયુરપ્પાએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી

શપથ ગ્રહણ કરતા જ યેદિયુરપ્પાએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી

 | 12:56 pm IST

કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં ત્રીજીવાર શપથ ગ્રહણ કરતાની સાથે જ યેદિયુરપ્પાએ ખેડુતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે. આ મામલે આગામી એકાદ બે દિવસમાં ઔપચારીક જાહેરાત કરી દેવામાં આવશે.

મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ જ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, હું મારા વાયદા પ્રમાણે ખેડુતોના દેવા માફ કરવાની જાહેરાત કરૂ છું.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, હું વડાપ્રધાન અને ભાજપ અધ્યક્ષનો ખુબ ખુબ આભારી છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી. હું રાજ્યમાં ખેડુતો અને એસસી-એસટી સમુદાયનો પણ આભારી છું કે તેમણે મારી પસંદગી કરી. હું તેમને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, મેં કરેલા તમામ વાયદાઓ પુરા કરીશ.

બહુમત સાબિત કરવા મામલે તેમણે કહ્યું હતું કે, હું આ બાબતે 100 ટકા આશ્ચસ્ત છું કે બહુમત સાબિત કરવામાં અમે સફળ રહીશું. તેમણે કહ્યું હતું કે, હું તમમા 224 ધારાસભ્યોને સમર્થનની અપીલ કરૂ છું. મને આશા છે કે તેઓ પોતાના અંતરાઅત્માનો અવાજ સાંભળી મારૂ સમર્થન કરશે. મને વિશ્વાસ છે કે, હું વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરીશ અને આગામી 5 વર્ષ સુધી રાજ્યની સરકારનું નેતૃત્વ કરીશ.

તેમણે ઉમેર્યું હતું કે, કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલો જનાદેશ રાજ્યના વિકાસ માટે છે.