karnika-cruise-world-class-cruise-ship-is-a-fourteen-story-premium-cruise
  • Home
  • Photo Gallery
  • મુંબઇ – ગોવા વચ્ચે ચાલતું 14 માળનું આ ક્રુઝ છે શાનદાર, જુઓ Photos

મુંબઇ – ગોવા વચ્ચે ચાલતું 14 માળનું આ ક્રુઝ છે શાનદાર, જુઓ Photos

 | 8:08 pm IST

સમદ્રમાં તરતા મહેલ જેવું વર્લ્ડ ક્લાસ અને ભારતનું પહેલું શાનદાર ક્રુઝ શિપ “કર્નિકા”ની સેવાઓ ચાલુ થઇ ગઇ છે. જૈલેશ ક્રુઝ ટર્મિનલ આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. 14 માળના આ ક્રુઝ શિપમાં એક સાથે 2 હજાર 700 મુસાફરો મુસાફરી કરી શકે છે તેમની લંબાઇ 250 મીટર છે.

આ ક્રુઝ કોઇ 7 સ્ટાર હોટલ કરતાં પણ શાનદાર છે. હાલમાં મુંબઇ અને ગોવા વચ્ચે આ સેવા શરૂ ઇ છે. આગામી સમયમાં મુંબઇ, ચેન્નઇ, વિશાખાપટ્ટનમ વગેરે રૂટો પર પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે. ક્રુઝ પર મુસાફરી કરતાં મુસાફરોને અહીં એક ખાસ પ્રકારની હોસ્પીટાલીટીનો અનુભવ થાય છે બહાર બનેલી ખાસ બાલ્કનીમાંથી સમુદ્ર જોવાનો એક અલગ જ લ્હાવો છે.

આ ક્રુઝમાં શોપીંગથી લઇને કોફી શોપ સુધીની સુવિધાઓ છે. આ સિવાય સ્વિમીંગ પુલ બાળકો માટે વોટર પાર્ક વગેરે સુવિધાઓ પણ રાખવામાં આવેલી છે. ગોવાના ક્રઝ ટર્મિનલ પર લાંગરેલા આ ક્રુઝની ભવ્યતાને જોઇને એક અલગ પ્રકારનો અનુભવ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન