Karsandas Luhar's poetry the letters were few, the meanings were very high: Moraribapu
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • કરસનદાસ લુહારની કવિતામાં અક્ષરો ઓછા, અર્થ બહુ ઉંચા હતા: મોરારિબાપુ

કરસનદાસ લુહારની કવિતામાં અક્ષરો ઓછા, અર્થ બહુ ઉંચા હતા: મોરારિબાપુ

 | 8:06 am IST
  • Share

ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત કવિ – લેખક,આજીવન કેળવણીકાર, કોલમિસ્ટ, પત્રકાર, અનેકવિધ એવોર્ડના વિજેતા સ્વ.કરસનદાસ લુહારને મોરારીબાપુએ મહુવા તેમના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાપુએ જણાવ્યું કે, * કરસનદાસ લુહારની કવિતામાં અક્ષરો બહુ ઓછા હતા પરંતુ અર્થ બહુ જ ઉંચા હતા. જે સામાન્ય જનથી ઉચ્ચ સાક્ષાત સાહિત્યકારો માણી શકે એવું તેમનુ સમગ્રતય સર્જન હતું.

તેઓ મારા માટે સ્નેહાદર હતા. એમના સર્જનની આટલી ઉંચાઈ હોવા છતાં એમણે ક્યારેય આગળ આવવાની કોશિશ કરી નથી. એવા સમર્થ સાહિત્યકારની ચેતનાને મારા પ્રણામ.

અન્ય સાહિત્યકારો વિનોદ જોશી, ડો. કેશુભાઈ દેસાઈ, નીતિન વડગામા, મનસુખ સલ્લા, દાન વાઘેલા, મનોહર ત્રિવેદી, શૈલેન રાવલ, તખત બારોટ, મંગલ રાવલ વગેરેએ પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. લંડન, મુંબઇ, વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર શહેરોમાં વિવિધ સાહિત્યિક સંસ્થાઓ દ્વારા શોક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વર્ગસ્થની પ્રાર્થના સભા (બેસણું) તા.૨૪/૯/૨૧ ને શુક્રવારે સાંજના ૪ થી ૬ છગનભાઈ હરસોરા લુહાર વાડી ,ગાયત્રી નગર રોડ, મહુવા રાખેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો