NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાણી લો ‘કરસનદાસ : પે એન્ડ યુઝ’ના તિલોક અને જયાનો રિયલ લાઇફ એક્સ-રે કરીને એક ક્લિક

જાણી લો ‘કરસનદાસ : પે એન્ડ યુઝ’ના તિલોક અને જયાનો રિયલ લાઇફ એક્સ-રે કરીને એક ક્લિક

 | 5:43 pm IST

જાહેર શૌચાલય… ત્યાંથી આવતી દુર્ગંધને કારણે પસાર થનાર મોટા ભાગના લોકો ભલે નાકનું ટીચકું ચઢાવતા હોય, પરંતુ સુલભ શૌચાલયની કિંમત તો સ્લમ વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને મહિલાઓ જ સમજી શકે. આ શૌચાલયોની પણ ગજબની સ્ટોરી હોય છે. જેમ કે એની દેખભાળ કરનારાની, ત્યાં આવતા વિવિધ પ્રકારના લોકોની, શૌચાલયની લાઇનના મિત્રોની અને ત્યાં પાંગરતા પ્રેમની. અત્યાર સુધી જે જગ્યાનો ઉપયોગ માત્ર કોમેડી સીન પૂરતો મર્યાદિત હતો એને કેન્દ્રમાં રાખી કોઇએ ન વિચાર્યું હોય એવા વિષય પર આધારિત ફિલ્મ ‘કરસનદાસ : પે એન્ડ યુઝ’ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો તેમજ વિવેચકોનો સારો રિવ્યુ મળી રહ્યો છે.

ફિલ્મનો હીરો છે છેલ્લો દિવસમાં ચાવાળાની ભૂમિકા ભજવનાર અને એના ડાયલોગ અમોએ…તમોને…થી સીધી દર્શકોના દિલમાં એન્ટ્રી કરનાર મયૂર ચૌહાણ (માઇકલ) અને એની લવ ઇન્ટરેસ્ટ છે શુભારંભ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર દીક્ષા જોશી. આ ફિલ્મમાં મયૂરે હીરો તિલોકનો અને દીક્ષાએ હિરોઇન જયાનો રોલ કર્યો છે.

ઇંગ્લિશ લિટરેચરમાં એમએ કરનાર દીક્ષા નાનપણથી જ અભિનય પ્રત્યે આકર્ષાઈ હતી. સ્કૂલ-કોલેજમાં હંમેશ ભાગ લેતી. ઇન્ટર કોલેજિયેટ નાટય સ્પર્ધામાં પણ ભાગ લેતી. જોકે એણે કદી અભિનયને કારકિર્દી બનાવવાનું વિચાર્યું નહોતું. એને તો બનવું હતું પત્રકાર. પરંતુ નાટક કરતી હતી ત્યારે ગુજરાતી ફિલ્મ શુભારંભની ઓફર આવી અને એ સાથે ફિલ્મી કરિયરનો પણ શુભારંભ થયો. આ ફિલ્મની એક્ટિંગ જોઈને જ તેને ‘કરસનદાસ : પે એન્ડ યુઝ’ ઓફર થઈ હતી.

છેલ્લો દિવસમાં ચાવાળાના અમોને…તમોને… ડાયલોગને કારણે દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયેલા આઇટી એન્જિનિયર મયૂર ચૌહાણે અભિનયની કરિયર નાટકોથી કરી. આ સિવાય ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે શરૃ કરાયેલા ગુજરાતી રેડિયો ડોટ કોમ પર આરજે તરીકે એકાદ વરસ કામ કર્યું. જોકે પહેલેથી અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાની મહેચ્છા એટલે નાટકો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. એ સમયગાળા દરમ્યાન કૃષ્ણદેવ યાજ્ઞિકે છેલ્લો દિવસના નરિયાનો રોલ ઓફર કર્યો. એ ફિલ્મ રિલીઝ થતા તે રાતોરાત સ્ટાર બની ગયો અને તેની પસંદગી તિલોકના અનોખા રોલ માટે થઈ હતી.