Kartarpur Corridor Pakistan Notice Board Indian Air Force Bombing
  • Home
  • Featured
  • કરતારપુર પર પાકિસ્તાનની નફ્ફટાઇ, શ્રદ્ધાળુઓને ભડકાવા માટે રચ્યું આ કાવતરું

કરતારપુર પર પાકિસ્તાનની નફ્ફટાઇ, શ્રદ્ધાળુઓને ભડકાવા માટે રચ્યું આ કાવતરું

 | 1:39 pm IST

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તેજિંદર બગ્ગાએ એક તસવીર સાથે દાવો કર્યો કે પાકિસ્તાન કેવી રીતે ભારતની વિરૂદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યું છે. ભાજપ નેતા તેજિંદર સિંહ બગ્ગાએ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. તેમના મતે આ તસવીર પાકિસ્તાનમાં આવેલા ગુરૂદ્વાર દરબાર સાહિબ શ્રી કરતારપુર સાહિબની છે.

તેજિંદર સિંહ બગ્ગાની તરફથી શેર કરાયેલ તસવીર પ્રમાણે ગુરૂદ્વારા પરિસરમાં એક બોર્ડ લગાવ્યું છે. તેમાં વાહેગુરૂજીનો ચમત્કાર લખ્યો છે. તેમાં દાવો કર્યો છે કે 1971મા ભારતીય વાયુસેનાએ ગુરૂદ્વારા દરબાર સાહિબ શ્રી કરતારપુર સાહિબ પર બોમ્બવર્ષા કરી હતી. જો કે વાહે ગુરૂજીની કૃપાથી ગુરૂદ્વારાને કોઇ નુકસાન પહોંચ્યું નહોતુ.

પાકિસ્તાનની તરફથી લગાવામાં આવેલા આ નોટિસ બોર્ડમાં કહ્યું છે ભારતીય વાયુસેનાનો બોમ્બ શ્રી ખૂ સાહિબ (પવિત્ર કૂવા) અને દરબાર સાહિબ પર પડ્યો હતો, પરંતુ કોઇ નુકસાન થયું નહોતુ. આ એ જ પવિત્ર કૂવો છે જ્યાંથી પોતાની ખેતીની સિંચાઇ માટે શ્રી ગુરૂનાનક દેવજી પાણી લેતા હતા.

આ તસવીરને શેર કરતાં તેજિંદર સિંહ બગ્ગાએ લખ્યું, ગુરૂદ્વારા કરતારપુર સાહિબની આ તસવીર પાકિસ્તાનના ઘટિયા અને ધૃણાસ્પદ ચહેરાઓને દર્શાવી રહ્યા છે. આના પરથી સાબિત થાય છે કે કૂતરાની પૂંછડી તો સીધી થઇ શકે પરંતુ પાકિસ્તાનની નહીં.

PM મોદી કાલે શ્રદ્ધાળુઓના જથ્થાને કરશે રવાના

કરતારપુરની પવિત્રા યાત્રામાં બસ ગણતરીના કલાકો બાકી છે, જ્યારે શીખ શ્રદ્ધાળુ પોતાના આરાધ્યના દર પર પહોંચવા માટે પગલું ભરશે. શનિવારના રોજ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 500 થી 600 શ્રદ્ધાળુઓના જથ્થાને રવાના કરશે. પીએમની સાથે પંજાબના મુખ્યમંત્રી, ગુરૂદાસપુરના સાંસદ સની દેઓલ અને મંત્રીઓનો જમાવડો થશે.

આ વીડિયો પણ જુઓ – રાજકોટમાં આરોગ્ય અધિકારીની પુત્રીનું ડેન્ગ્યુથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન