Kartarpur Corridor: Pakistan to earn 265 crore per annum from pilgrims
  • Home
  • Featured
  • કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને બખ્ખાં, જાણો કંઇ રીતે કરશે અધધ કમાણી

કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને બખ્ખાં, જાણો કંઇ રીતે કરશે અધધ કમાણી

 | 11:14 am IST

કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કરોડો શિખ તીર્થયાત્રીઓ માટે ધાર્મિક મહત્વ ધરાવે છે. આ સપનાને સાચુ સાકાર કરવા માટે તેમણે 70 વર્ષથી વધુ સમયની રાહ જોઇ છે, પરંતુ પાકિસ્તાન માટે તેનો મતલબ માત્ર બિઝનેસ છે. આંતરરાષ્ટ્રીય દેવા નીચે દબાયેલા પાકિસ્તાનની પાસે પોતાના અર્થતંત્રને પુન:ર્જીવીત કરવાનો એક મોકો છે.

કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને થશે કરોડોનો ફાયદો, જાણો કેવી રીતે?

ભારતે કહ્યું હતું કે તમામ અવસરો પર તીર્થયાત્રીઓ પાસેથી કોઇ એન્ટ્રી ફી લેવામાં ના આવે. પરંતુ પાકિસ્તાને એ સાંભળ્યું નહોતું. તો તેમણે કરતારપુર કોરિડોર માટે એન્ટ્રી ફીની માંગી કરી હતી. ત્યારબાદ દરેક ભારતીય તીર્થયાત્રી પાસેથી 20 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 1400 રૂપિયા એન્ટ્રી ફી પાકિસ્તાન સરકારને આપવી પડશે.

આપને જણાવી દઇએ કે પાકિસ્તાને કરતારપુર કોરિડોરથી દરરોજ 5000 શ્રદ્ધાળુઓને દરબાર સાહિબ જવાની મંજૂરી આપી છે. એવામાં એન્ટ્રી ફીમાંથી દરરોજ પાકિસ્તાન 71.40 લાખ રૂપિયા શ્રદ્ધાળુઓ પાસેથી વસૂલશે. એક મહિનામાં આ રકમ 21 કરોડ 42 લાખ રૂપિયા હશે. જો આ કમાણીની વાત વર્ષની કરીએ તો પાકિસ્તાન કરતારપુર કોરિડોરથી 257.04 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

કરતારપુર સાહિબના રસપ્રદ ફેક્ટસ

આપને જણાવી દઇએ કે 1999મા તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જ્યારે લાહોર બસ યાત્રાની શરૂઆત કરી ત્યારે પહેલી વખત કરતારપુર સાહિબ કોરિડોરને બનાવાનો પ્રસ્તાવ મૂકયો હતો. ઇતિહાસના મતે ગુરૂાનાનક દેવજીએ કરતારપુરમાં જ શીખ ધર્મની સ્થાપના કરી હતી અને અહીં તેમનો આખો પરિવાર વસ્યો હતો. રાવી નદી પર તેમણે એક શહેર વસાવ્યુ હતું અને પહેલી વખત અહીં ખેતી કરીને ‘નમ જપો કિરત કરો, વંડ છકો’ એટલે કે (નામ જપો, મહેનત કરો, અને વહેંચીને ખાઓ)નો ઉપદેશ આપ્યો હતો.

અહીં ગુરૂનાનક દેવે 22મી સપ્ટેમ્બર 1539ના રોજ સમાધિ લીધી હતી. આ ગુરૂદ્વારામાં સૌથી પહેલાં લંગરની શરૂઆત થઇ હતી. અહીં જે પણ આવતા હતા ખાલી પેટ જતા નહોતા. કરતારપુર ગુરૂદ્વારામાં ગુરૂનાનકની સમાધિ અને કબ્ર હજુ પણ હાજર છે. સમાધિ ગુરૂદ્વારાની અંદર છે અને કબ્ર બહાર.

આપને જણાવી દઇએ કે આ કરતારપુર કોરિડોરથી ગુરૂદ્વારા સુધી જવાની યાત્રા તદ્દન મફત હશે પરંતુ પાકિસ્તાનની તરફથી 20 ડોલર ફી શ્રદ્ધાળુઓ પાસેથી વસૂલાશે. જે ભારતીય રૂપિયા પ્રમાણે અંદાજે 1400 રૂપિયા છે.

આ વીડિયો પણ જુઓ – કંકોત્રીમાં વડાપ્રધાનની યોજના ચિત્રો મુકીને પરિવારે લોકજાગૃતિનું કામ કર્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન