Karthik and Sara hide from Ranbir Singh The big thing
  • Home
  • Entertainment
  • Bollywood
  • બન્નેની મુલાકાત કરાવનાર રણવીર સિંહને જ કાર્તિક-સારાએ રાખ્યો અંધારામાં, હવે ખુલ્યું મોટું રાજ

બન્નેની મુલાકાત કરાવનાર રણવીર સિંહને જ કાર્તિક-સારાએ રાખ્યો અંધારામાં, હવે ખુલ્યું મોટું રાજ

 | 2:50 pm IST

એ વાતથી બધા જાણ છે કે, કાર્તિક સારાને મળાવનાર માણસ રણવીર સિંહ છે. હાલમાં એવા પણ સમાચાર છે કે, એ બન્ને વચ્ચે કંઈક ખિચડી પણ રંધાઈ રહી છે. એક્ટ્રેસ સારા અલી ખાને તેના કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ કેદારનાથથી કરી હતી. ત્યારે ચોમેર તેની પ્રસંશા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કરણ જોહરના ચર્ચિત શો ‘કોફી વિથ કરણ’માં સારાએ ખુલાસો કર્યો હતો કે તેને કાર્તિક આયર્ન ગમે છે. ત્યારે એવું પણ કહ્યું હતું કે, જો મને મોકો મળશે તો હું કાર્તિકને ડેટ પણ કરીશ.

ત્યારબાદ સારાને રણવીર સાથે સિમ્બામાં કામ કરવાનો મોકો મળ્યો અને ત્યારે જ રણવીર સિંહે સારાની મુલાકાત કાર્તિક સાથે કરાવી દીધી. ત્યારે તે કંઈ રીતે મળ્યા હતા એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો હતો અને ત્યારબાદ જ બન્ને વચ્ચે પ્રેમ પાંગરવાના સમાચાર હતા.

હવે સારાએ એક ઈન્ટરવ્યૂમાં નવો જ ખુલાસો કર્યો. કાર્તિક અને સારા આ પહેલા એકવાર મળી ચૂક્યા હતા. જ્યારે રણવીર સિંહે આ બંનેની મુલાકાત કરાવી ત્યારે કોઈએ પણ આ વાત બહાર ન લાવી અને રહસ્ય જ રહેવા દીધી. હવે સારા અને કાર્તિક તેમની ફિલ્મ લવ આજ કલમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એ સિવાય સારા ફિલ્મ કૂલી નંબર 1માં કામ કરતી જોવા મળશે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સીટી બસમાં ટિકીટ કૌભાંડ મુદ્દે નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન