Karthik Aryan's 'Dhamaka' leaked online on Social Platform
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • કાર્તિક આર્યનની ‘Dhamaka’ રિલીઝના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ!

કાર્તિક આર્યનની ‘Dhamaka’ રિલીઝના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ!

 | 4:54 am IST
  • Share

  • આ ફિલ્મ ઓનલાઈન કેટલીક વેબસાઈટ પર ફ્રીમાં એ પણ  ક્વોલિટીમાં લીક થઈ ગઈ

  • યૂઝર્સ ચાહે તો તેને ઓનલાઈન ફ્રીમાં જોઈ શકતા હતા

  • આ પ્રકારની ચોરીનો કોઈ ઉકેલ ન હોઈ નિર્માતાઓએ નુકસાન વેઠવા સિવાય કોઈ વિકલ્પ નથી

કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા ધાર્યા પ્રમાણે દર્શકોને ભલે ગમી ન હોય, પરંતુ એક સમાચારે તેના નિર્માતાઓની ચિંતા વધારી દીધી છે. ફિલ્મ પાયરસીનો શિકાર બની ગઈ છે અને તેના કારણે નિર્માતાઓને કરોડોનું નુકસાન થઈ શકે છે.

આ ફિલ્મ ઓનલાઈન કેટલીક વેબસાઈટ પર ફ્રીમાં એ પણ  ક્વોલિટીમાં લીક થઈ ગઈ છે. ફિલ્મ તમિલરોક્સ, ફિલ્મીજિલા, ટેલિગ્રામ અને બીજી પણ અનેક સાઈટ્સ પરથી ફ્રીમાં ડાઉનલોડ થઈ શકતી હતી. યૂઝર્સ ચાહે તો તેને ઓનલાઈન ફ્રીમાં જોઈ શકતા હતા. ઓનલાઈન લીક થઈ જવાની સીધી અસર ઓટીટી પર ફિલ્મના વ્યૂઅર નંબર અને તે પ્લેટફોર્મના સબ્સક્રાઈબર્સ પર પડે છે.

હજુ થોડા દિવસ પહેલાં રજૂ થયેલી અક્ષયકુમાર સ્ટારર સૂર્યવંશી, અન્નાથે અને જય ભીમ પણ આ જ રીતે ઓનલાઈન લીક થઈ ગઈ હતી. પાયરસીના કારણે જે રીતે નિર્માતાઓ અને થિયેટરોને નુકસાન થાય છે એ રીતે અહીં ઓટીટી પ્લેટફોર્મ પર અસર પડે છે. હાલ આ પ્રકારની ચોરીનો કોઈ ઉકેલ ન હોઈ નિર્માતાઓએ નુકસાન વેઠવા સિવાય કોઈ વિકલ્પ નથી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો