NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કાર્તિ ચિદમ્બરમ્ સામે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો

કાર્તિ ચિદમ્બરમ્ સામે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો

 | 2:54 am IST

નવી દિલ્હી :

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરોડોનો કાળો કારોબાર કરીને ૧૪ દેશોમાં રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુની સંપત્તિ એકઠી કરનાર પૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ અને અન્ય સામે મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા કરાયેલી એફઆઈઆરને પગલે કેસ કરાયો છે. ઈડીએ પોલીસ એફઆઈઆરની સમકક્ષ ગણાતો એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ(ઈઝ્રૈંઇ) દાખલ કર્યો છે જેમાં સીબીઆઈએ જેની સામે એફઆઈઆર કરી છે તેવા કાર્તિ, INX મીડિયા અને તેના ડિરેક્ટરો પીટર અને ઇન્દ્રાણી મુખરજીનો સમાવેશ થાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગની જોગવાઈઓ હેઠળ આ કેસ કરાયો છે.સીબીઆઈએ દરોડા પાડયાના બે દિવસ પછી ગુરુવારે કાર્તિ ચિમ્દબરમ્ લંડન જવા રવાના થઈ ગયા હતા.

ઈડી દ્વારા તપાસ કરીને સંપત્તિ ટાંચમાં લેવાશે

આ કેસમાં ઈડી દ્વારા આરોપીઓએ ગુનાઇત કૃત્ય આચર્યું છે કે કેમ તેની તપાસ કરીને તેમની જુદી જુદી સંપત્તિને ટાંચમાં લેવાશે. INX મીડિયા દ્વારા ગેરકાયદે નાણાંની ચુકવણીની માહિતી પછી સીબીઆઈએ એફઆઈઆર કરી હતી. સીબીઆઈએ કાર્તિ અને મુખરજી સામે ગુનાઇત કાવતરું, છેતરપિંડી, ગેરકાયદે લાંચ લેવી, અધિકારીઓની વગનો દુરુપયોગ કરવો જેવા ગુના હેઠળ કેસ કર્યો છે. મોરેશિયસમાંથી રોકાણ આકર્ષવા માટે FIPBનો ભંગ કરીને કાર્તિએ IBX મીડિયા પાસેથી લાંચ મેળવી હોવાનું જણાયું હતું. જુદી જુદી સેવા માટે રૂ. ૧૦ લાખ ચૂકવાયાનાં વાઉચર્સ સીબીઆઈએ જપ્ત કર્યાં હતાં.

પરિચિતની સ્કૂલટીચર પત્નીને ડિરેક્ટર બનાવી કાર્તિએ ઓળખ છુપાવી

તપાસમાં જણાયું હતું કે કાર્તિ દ્વારા તેમના પરિચિત શિક્ષક એસ. ભાસ્કરરમણની પત્નીને ASCPLમાં ડિરેક્ટર બનાવાયાં હતાં. આમ કાર્તિએ તેમની ઓળખ છુપાવવાનું કારસ્તાન કર્યું હતું. ઈડીને તપાસમાં જણાયું હતું કે કંપનીની એક માત્ર પ્રમોટર અને ડિરેક્ટર પદ્મા ભાસ્કર જ હતી, જેમાં તેમનો વ્યવસાય સ્કૂલટીચર દર્શાવાયો હતો. તેના ભાઈ રવિને ASCPL પ્રમોટર્સ દર્શાવાયા હતા.

;