kartik aaryan and ananya panday sweat it out at dance class
  • Home
  • Featured
  • Photos: ફિલ્મને લઈને આકરી મહેનત કરી રહ્યા છે કાર્તિક-અનન્યા, ડાન્સ ક્લાસ બહાર થયા સ્પૉટ

Photos: ફિલ્મને લઈને આકરી મહેનત કરી રહ્યા છે કાર્તિક-અનન્યા, ડાન્સ ક્લાસ બહાર થયા સ્પૉટ

 | 8:47 am IST

કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પોતાની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ નજર આવશે. ફિલ્મને લઈને કાર્તિક અને અનન્યા ખુબજ મહેનત કરી રહ્યા છે. શુક્રવારે બંને સ્ટાર્સ મુંબઈમાં એક ડાન્સ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન અનન્યા પાંડે સ્પોર્ટી લુકમાં નજર આવી. અનન્યાએ પિંક કલરનો આઉટફિટ પહેર્યો હતો. તેણે એક બેગ કેરી કરી હતી. બંને હાલ ફિલ્મ ‘લખનઉ શેડ્યુલ’નું શૂટિંગ કરીને આવ્યા છે. ફિલ્મનું નિર્દેશન મુદસ્સર અજીજ કરી રહ્યા છે. આ પહેલાં ‘હૈપ્પી ભાગ જાયેગી’, ‘હૈપ્પી ફીર ભાગ જાયેગી’ અને ‘દૂલ્હા મિલ ગયા’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે.

બંને એ પ્રશંસકો સાથે સેલ્ફી પડાવી હતી. ફિલ્મની વાત કરીએ તો સંજીવ કુમાર સ્ટારર ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ની રીમેકમાં કામ કરી રહ્યા છે. આને બળદેવ રાજ ચોપડા નિર્દેશિત કર્યુ હતુ. ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.

રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં અનન્યા પાંડે કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડનો રોલ નિભાવી રહ્યો છે. ભૂમિ પેડનેકર કાર્તિકની પત્નીની ભૂમિકા નિભાવી રહી છે. અનન્યા પાંડે કરણ જૌહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મમાં તેણે દમદાર ભૂમિકા નિભાવી હતી અને પ્રશંસકોને તેની ભૂમિકા ખુબજ ગમી હતી. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી શકી ન હતી. ‘પતિ પત્ની ઓર વો’ આર્યનની બીજી ફિલ્મ છે.

કાર્તિક વ્હાઈટ ટીશર્ટ અને બ્લેક પેન્ટમાં નજર આવશે. બ્લેક કેપ પહેરી હતી. આ લુકમાં તે ખુબજ કુલ નજર આવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન