kartik aaryan forget to close his zip and ananya made him realize
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: પેન્ટની ચેન બંધ કરવાનું ભૂલી ગયો કાર્તિક, અનન્યાએ આંગળી ચીંધીને કહ્યું-બંધ કરી દે

VIDEO: પેન્ટની ચેન બંધ કરવાનું ભૂલી ગયો કાર્તિક, અનન્યાએ આંગળી ચીંધીને કહ્યું-બંધ કરી દે

 | 9:24 am IST

કાર્તિક આર્યન હાલમાં તેની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ નું પ્રમોશન કરી રહ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક સાથે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે પણ જોવા મળશે. પરંતુ લાગે છે કે આ પ્રમોશનની વચ્ચે કાર્તિક ખૂબ જ વ્યસ્ત થઈ ગયો છે. એટલો વ્યસ્ત કે તેના પેન્ટની ચેન બંધ કરવાનું ભૂલી ગયો. પછી પોતાની કો-સ્ટાર અનન્યા પાંડેએ કહ્યું કે બંધ કરી દે. આનો એક વીડિયો કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.

કાર્તિકનો આ વીડિયો બહાર આવતાની સાથે જ તેના ફેન્સ પણ હસવાનું રોકી શકતા નથી. થયું એવું કે કાર્તિકે તેનું ટ્રેક પેન્ટ પહેર્યું હતું. ત્યારે જ આ વીડિયોમાં તેની કો-સ્ટાર અનન્યાનો અવાજ આવે છે કે, ‘કાર્તિક તારી ચેન ખુલી છે.’ આ સાંભળીને કાર્તિક તેની ચેન બંધ કરી દે છે. જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન