Kartik Aaryan holds umbrella for Sara Ali Khan
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા અલી ખાન માટે કાર્તિકએ કર્યું આ કામ, જોઇ તમે કહેશો પ્રેમી હોય તો આવો

સારા અલી ખાન માટે કાર્તિકએ કર્યું આ કામ, જોઇ તમે કહેશો પ્રેમી હોય તો આવો

 | 4:55 pm IST

કાર્તિક આર્યન અને સારા અલી ખાનને સાથે મુંબઇમાં સ્પોટ કરવામાં આવ્યા. આ તસવીરોમાં સારા માટે કાર્તિકની કેયરિંગ સાફ જોવા મળી. કાર્તિક તસવીરોમાં સારા અલી ખાનને વરસાદથી બચાવતા જોવો મળ્યો. કાર્તિક હાથમાં છત્રી લઇ સારાને પ્રોટેક્ટ કરતો નજર આવ્યો. બંનેની બોન્ડીંગ ખુબ જ સારી છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઇએ કે, સારા અને કાર્તિકની એક-બીજાને ડેટ કરવાની ખબરો ચર્ચામાં છે. બંનેને ઘણી વખત સાથે જોવા મળે છે. અહિંયા સુધી કે, બંને એક-બીજાને રિસીવ કરવા માટે એરપોર્ટ પણ જાય છે.

વર્ક ફ્રંટ પર સારા અલી ખાન અને કાર્તિક ફિલ્મ લવ આજ કલમાં નજર આવશે. ઇમ્તિયાજ અલી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂતની સાથે હતી.

લવ આજ કલ સિવાય સારા અલી ખાન વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર-1માં કામ કરી રહી છે તો ત્યાં જ કાર્તિક આર્યવ, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સંગ ફિલ્મ પતિ, પત્ની ઓર વોમાં નજર આવશે.

આ વીડિયો પણ જુઓ : પોરબંદરના કર્લી પુલમાં જોખમી છલાંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન