Kartik Aaryan Onscreen Father makes Funny Movement While Luka Chuppi Shooting
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: કાર્તિક આર્યનના ઓનસ્ક્રીન પિતાની મસ્તી જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

Video: કાર્તિક આર્યનના ઓનસ્ક્રીન પિતાની મસ્તી જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

 | 4:13 pm IST

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘લુક છુપી’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મને દર્શકોથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં કાર્તિકના અપોઝિટ એક્ટ્રેસ કૃતિ સેનન છે. નોંધનીય છે કે કાર્તિક તેની આ ફિલ્મના શૂટિંગ સેટના કેટલાક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

જોકે હવે કાર્તિક આર્યન મારફતે આ ફિલ્મના શૂટિંગ શેટનો વધુ એક વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં તેના ઓનસ્ક્રીન બાબુજી અતુલ શ્રીવાસ્તવ અને એક્ટર પંકજ ત્રિપાઠી નજરે આવી રહ્યાં છે. આ વીડિયો શૂટિંગના સમયનો છે. વીડિયોમાં આ ત્રણેની જોડી ખૂબજ મસ્તી કરતા નજરે આવી રહી છે. કાર્તિક આર્યને અતુલ શ્રીવાસ્તવને તરત જવાન થવા માટે કહ્યું તો પછી અતુલ શ્રીવાસ્તવે માથા પર પહેરેલી સફેદ વાળોની વિગને ઉતારી દે છે. ત્યાર બાદ ત્યાં હાજર ફિલ્મ સ્ટાર કાસ્ટ સહિત ટીમ ક્રૂ મેમ્બર ખૂબજ હસવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધી લગભગ 12 લાખથી વધુ લોકોએ જોયો છે અને ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન