see details of kartik aaryan staring girl on road video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: કોઈ છોકરીને કાર્તિક ટગર-ટગર જોતો હતો, યુવતી લાફો ઝીંકે એ પહેલા બચી ગયો

VIDEO: કોઈ છોકરીને કાર્તિક ટગર-ટગર જોતો હતો, યુવતી લાફો ઝીંકે એ પહેલા બચી ગયો

 | 3:52 pm IST

ચોકલેટી બોય કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે નિયમિત રીતે વીડિયો અને ફોટો અપલોડ કરતો રહે છે. ફેન્સ પણ તેની પોસ્ટને પસંદ કરતા દેખાય છે. હાલમાં જ એણે એક વીડિયો શેર કર્યો છે કે જેમાં તે એક છોકરીને ઘુરી ઘુરીને જોતો હોય છે. આ એક ટિક ટોક વીડિયો છે. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 20 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે એક છોકરીને ટગર ટગર જોઈ રહ્યો છે અને થોડીવાર તો છોકરી ઈગ્નોર કરે છે. પરંતુ પછી તે કાર્તિકને મારવા માટે દોડે છે. ત્યારબાદ એક છોકરો આવે છે અને કાર્તિકની વચ્ચે આવી જાય છે. તે કહે છે કે કાર્તિક જોઈ શકતો નથી. પછી છોકરી કહે છે કે ઓહ…સોરી સોરી સોરી… ખરેખર કાર્તિક અને છોકરો પેલી યુવતીની મજાક કરી જાય છે અને મામુ રમાડી દે છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન