kartik aaryan write i miss you on instagram fans guess if he missing sara
  • Home
  • Entertainment
  • Bollywood
  • મલાઈકા-અર્જુન બાદ આ કપલે સોશિયલ મીડિયામાં કંઈ બાકી ન રાખ્યું! લખ્યુંં ‘I Miss You…’

મલાઈકા-અર્જુન બાદ આ કપલે સોશિયલ મીડિયામાં કંઈ બાકી ન રાખ્યું! લખ્યુંં ‘I Miss You…’

 | 5:01 pm IST

કાર્તિક આર્યને હાલમાં જ ફિલ્મ લવ આજ કલ 2નું શુટિંગ પૂરુ કર્યું છે. હવે કાર્તિક ફિલ્મ પતિ પત્ની ઓર વોના શુટિંગ માટે લખનૌઉ પહોંચ્યો છે. ગુરૂવારે કાર્તિક આર્યને એક ફોટો અપલોડ કર્યો કે જેમાં તે ઘણો દુખી લાગી રહ્યો છે. આ ફોટો અપલોડ કરીને કાર્તિકે લખ્યું કે, If i miss you ‘ had a face.

View this post on Instagram

If i miss you ‘ had a face

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

કાર્તિકે મીસ યું લખ્યું અને એના ફેન્સ હવે ચાલુ પડી ગયા છે. ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યાં છે કે કાર્તિકને સારાની યાદ આવી રહી છે. કારણ કે હાલમાં સારા અને કાર્તિકની અફેરની વાતો ખુબ ઉડી રહી છે અને એટલું જ નહીં સારા અને કાર્તિક પણ એ વાતનો પુરાવો આપવા માટે અવારનવાર સાથે જોવા મળે છે.

બંન્ને પહેલી વખત એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે. પાછળનાં દિવસોમાં સારા કાર્તિકને અને કાર્તિક સારાને એરપોર્ટ પર પિક કરતા પણ જોવા મળ્યાં હતા. બંન્ને કેમેરાને જોઈ મોઢું છુપાવતા હતા. આ પહેલા સારાએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે કાર્તિક સાથે ડેટ પર જવા માંગે છે અને ત્યારથી જ બંન્ને અવાર નવાર સાથે જોવા મળી રહ્યાં છે. જુઓ સારા કાર્તિકનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન