Kartik Aryan asks mother for money to post a photo on Mother's Day
  • Home
  • Entertainment
  • Bollywood
  • માતા સાથે સેલ્ફી પોસ્ટ કરવા માટે પણ આ અભિનેતાએ માંગ્યા લાખો રૂપિયા

માતા સાથે સેલ્ફી પોસ્ટ કરવા માટે પણ આ અભિનેતાએ માંગ્યા લાખો રૂપિયા

 | 5:40 pm IST

રવિવારે Mother’s Day પર બોલિવૂડ સેલિબ્રિટીઓએ પોતપોતાના અંદાજમાં પોતાની માતાને શુભેચ્છાઓ પાઠવી. કોઇએ માતા સાથે વીડિયો શેર કર્યો તો કોઇએ તેમની જૂની તસવીરો શેર કરી. કેટલાક લોકોએ પોતાની માતા માટે ભાવુક પોસ્ટ લખી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ નજર આવનારા એક્ટર કાર્તિક આર્યનનો આ મધર્સ ડે પર એવો વીડિયો સામે આવ્યો છે જેમા તેની પોલ ખુલી ગઇ છે. કાર્તિક આ વીડિયોમાં પોતાની માતા પાસે Mother’s Day પર તસવીર નાંખવા માટે રૂપિયા માંગતા નજર આવી રહ્યો છે.

કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમા તે પોતાન માતા સાથે વાતો કરતો નજર આવે છે. આ વીડિયોમાં કાર્તિકની મા નજર તો નથી આવી રહી પરંતુ તેમની વાતો સાંભળી તમને તમારી મમ્મી જરૂરથી યાદ આવી જશે. ખરેખર આ મજેદાર વીડિયોમાં કાર્તિક પોતાની અને માતાની મજેદાર કેમિસ્ટ્રી દેખાડતો નજર આવી રહ્યો છે.

View this post on Instagram

Maa ki Mamta ❤️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

આ વીડિયોને કાર્તિકે કેપ્શન આપ્યું છે,’માની મમતા’. વીડિયોમાં કાર્તિક નજર આવી રહ્યો છે અને ત્યારે જ પાછળથી તેની માતા અવાજ આપે છે,’કોકી, મધર્સ જે પર તમામ લોકોએ પોતાના માતા સાથે સેલ્ફી નાંખી છે. તે અત્યાર સુધી કેમ કંઇ નાંખ્યુ નથી.’ આ પર કાર્તિક પોતાની માતાને કહે છે,’મમ્મી તમને ખબર છે મને એક-એક પોસ્ટ માટે કેટલા રૂપિયા મળે છે, આપશો??’ આ સાંભળતાની સાથે જ કાર્તિકની મા પાછળથી બોલે છે,’એક લાત મારીશ, ભોપાલવાળી માસી ક્યારની ફોન કરે છે અને તે અત્યાર સુધી કંઇ નાંખ્યુ નથી. ચૂપચાપ મારી સાથે એક સેલ્ફી અપલોડ કરી નાંખ’.

કાર્તિક આર્યનની આ મજેદાર પોસ્ટ પર તેમની કો-સ્ટાર ભૂમિ પેડનેકર અને અર્જૂન કપૂરે પણ તેની મજાર ઉડાવી છે. કાર્તિકના આ મજેદાર વીડિયોને માત્ર 12 કલાકમાં 2.25 મિલિયનથી વધારે લોકો જોઇ ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન કાર્તિક આર્યન પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સને ખુબ જ અલગ-અલગ રીતે મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન તેણે યૂ ટ્યૂબ ચેનલ પર કોકી પૂછેગા નામથી એક ચૈટ શો પણ શરૂ કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: IRCTCની વેબસાઈટ ખુલતાની સાથે જ હેંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન