Kartik Month Holiest Month For Hindu Festival astrology
  • Home
  • Astrology
  • આજથી શરૂ થઈ ગયો કારતક માસ, 30 દિવસમાં ખરાબ સમય ગયો સમજો!

આજથી શરૂ થઈ ગયો કારતક માસ, 30 દિવસમાં ખરાબ સમય ગયો સમજો!

 | 3:29 pm IST

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક મહિનાની શરૂઆત સૂર્ય અને ચંદ્રની ગણતરી પ્રમાણે થાય છે. વૈષ્ણવ સંપ્રદાયને માનનારાઓ એકાદશીથી કોઈ પણ માસની શરૂઆત કરે છે. અને બીજી એકાદશીએ મહિનાની સમાપ્તી કરે છે. જે લોકો સંસ્કૃતિ પ્રમાણે ચાલે છે તેઓ સૂર્યની ગણતરી કરે છે અને ચંદ્રમાને માનનારા પૂર્ણિમાને મહત્વ આપે છે.

આજે અશ્વીન માસની શુક્લ પક્ષની પાપાંકુશા એકાદશીથી શ્રી હરિને અતિ પ્રિય એવા કારતક માસની શરૂઆત થઈ રહી છે. જે કારતક માસના શુક્લ પક્ષની દેવપ્રબોધિની એકાદશી સુધી ચાલશે. પૂર્ણિમાથી જે લોકો મહિનાનો પ્રારંભ માને છે તેમના માટે શરદ પૂર્ણિમાના દિવસથી કારતક માસનો પ્રારંભ થશે.

આ પણ વાંચો: આ એક છોડ વાવવાથી બદલાઈ જશે તમારૂં ભાગ્ય, જાણી લો કેવી રીતે

સૂર્યોદય પર કરો આ કામ
સામાન્ય રીતે તારાઓના છાંયડામાં કોઈ તીર્થ સ્થળ, નદી પર સ્નાન કરવું જોઈએ. શક્ય હોય તેટલું ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. ગંગા જળ યુક્ત જળથી સ્નાન કરવાને ઉત્તમ ફળદાયક માનવામાં આવે છે. સફેદ કે પીળા રંગના શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું ધૂપ અને નેવૈધ્ય, ફળ, ફૂલ અર્પિત કરવા.

સૂર્યાસ્ત પર કરો આ કામ
કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે.

કારતક મહિનામાં ખાનપાન અને જીવનચરિત્રનું મહત્વ
એવું માનવામાં આવે છે કે કારતક મહિનાથી ઠંડીની શરૂઆત થાય છે, તેથી જે વસ્તુ ગરમ હોય અને લાંબા સમય સુધી ઉર્જા બનાવી રાખે એવી વસ્તુ ખાવી હિતાવહ છે. આ મહીને દાળ ન ખાવી જોઈએ. અને આ મહીને સુર્યના કિરણોનું સ્નાન ઉત્તમ માનવામાં આવે છે. આ મહિનામાં બપોરે સુવું પણ ન જોઈએ. સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે બુઝાયેલ દીપકને પ્રગટાવવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. 30 દિવસ સુધી ભૂમિ પર શયન કરવું જોઈએ.

આ વીડિયો પણ જુઓ: ગર્ભજન્ય સમસ્યાઓ ઉપાય રુપે જાણો ગણેશ ઉપાસનાનું રહસ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન