Kartikeya's temple height of one thousand and fifteen feet above sea level
  • Home
  • Featured
  • સમુદ્રકિનારેથી દોઢ હજાર ફૂટની ઉંચાઈ પર છે કાર્તિકેયનું મંદિર, થશે મનોકામના પૂર્ણ

સમુદ્રકિનારેથી દોઢ હજાર ફૂટની ઉંચાઈ પર છે કાર્તિકેયનું મંદિર, થશે મનોકામના પૂર્ણ

 | 9:03 am IST

ભગવાન કાર્તિકેયના મંદિર દક્ષિણ ભારતમાં ખૂબ જોવા મળે છે..અતિભવ્ય અને પૌરાણિક ઈતિહાસ સાથે જોડાયેલા તમિલનાડુમાં આવેલા એવા ચમત્કારિક કાર્તિકેય ભગવાનના કરીએ દર્શન જેનો મહિમા કદાચ આપે નહી સાંભળ્યો હોય.

માનવ સ્મરણીય સમૃદ્ધિઓનું સ્વરુપ છે..તમિલમાં માનવનો અર્થ પ્રભાવકારી ચિંતક છે. પોતાના વિચાર , સંસ્કૃતિ અને નવીનતાના કારણે સામાજિક પ્રાણી બને છે..ધર્મ એ માનવસમૃદ્ધિ , વિચાર, મનોરથ, પ્રેમ અને શ્રેષ્ઠતાનું પ્રતિક છે.જેથી તો પોતાને સુધારી શાંતિ તરફ આગ્રહી રહે. પલનીમાં યોગાવસ્થામાં કે પરમાનંદની અવસ્થામાં બિરાજમાન છે ભગવાન કાર્તિકેય..જે તમિલનાડું આવેલુ છે..

સમુદ્રકિનારેથી દોઢ હજાર ફૂટની ઉંચાઈ પર આવેલા આ મંદિરની સ્થાપત્ય કલા પાંડ્ય શૈલીની છે.મંદિરનું નિર્માણ ૧૧માં સદીમાં શિવભક્ત ચેરમલ પેરુમલ દ્વારા કરાયુ હોવાનુ કહેવાય છે..મંદિરના ચારેય દિશાઓમાં એક એક દ્વાર છે. મુખ્ય દ્વારનું નામ રાજા ગોપુરમ છે..મંદિરનું સુંદર વિમાન સોનાથી મઢવામાં આવ્યુ છે.ગર્ભગૃહમાં ભગવાન સ્કંદ અર્થાત કાર્તિકેયની અત્યંત સૌમ્ય પ્રતિમા બિરાજિત કરાઈ છે. અહી કાર્તિકેય સન્યાસી રુપે જાઈ શકાય છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન