Karunanidhi And Jayalalitha Only Agree Upon Point Of Business
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એકબીજાના કટ્ટર વિરોધી કરૂણાનિધિ અને જયલલિતા માત્ર આ એક વાતને લઇને હતા સહમત

એકબીજાના કટ્ટર વિરોધી કરૂણાનિધિ અને જયલલિતા માત્ર આ એક વાતને લઇને હતા સહમત

 | 12:23 pm IST

રાજનીતિમાં એકબીજાના ઘોર વિરોધી રહેલા એમ કરૂણાનિધિ અને જે જયલલિતા હંમેશા એકબીજાના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરતા નજરે પડતા હતા. બંનેની રાજનૈતિક દુશ્મનાવટ પણ ખુબ જાણીતી હતી. જોકે, એક મામલે તેઓ બંને એકબીજાની સાથે ઉભા રહેતા હતાં અને તે હતો તમિળનાડુને દેશનું બીજું સૌથી અમિર રાજ્ય બનાવવાનું લક્ષ્ય. તેના માટે જ્યારે ઔદ્યોગિકરણની વાત આવી તો બંને નેતાઓએ તેને સ્વિકારી હતી. આ સહમતિએ જ તમિળનાડુની કિસ્મત બદલી નાખી હતી.

1990ના દાયકામાં જ્યારે અર્થવ્યવસ્થાનો વિકાસ થયો ત્યારે તમિળનાડુમાં પણ વિકાસની લહેર દોડી. તેની શરૂઆત એઆઈએડીએમકેના કાર્યકાળમાં ફોર્ટ ઈન્ડિયાની એંટ્રી સાથે થઈ. ત્યાર બાદ આ સિલસિલો યથાવત જ રહ્યો.

ફોર્ડ ઈન્ડિયાથી થઈ શરૂઆત

રાજ્યમાં ભલે કોઈની પણ સરકાર હોય, હૂંડાઈ, રેનૉ, સેંટ ગોબેન, હુવૈઈ અને બીજી અનેક કંપનીઓએ અહીં દાયકાઓ સુધી વ્યાપાર કર્યો. ઈન્ડિયા સીમેંટ્સના એમડી અને વાઈસ ચેરમેન એન શ્રીનિવાસનના જણાવ્યા પ્રમાણે, કરૂણાનિધિ હંમેશા સલાહ અને ઈનપુટ્સમાં રસ લઈને તેને સાંભળતા હતાં. તેઓ ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતને લઈને ખુબ જ સંવેદનશીલ વ્યક્તિ હતાં.

શ્રીનિવાસનની કરૂણાનિધિ સાથે પહેલી મુલાકાત 1968માં ત્યારે થઈ હતી જ્યારે તેઓ કેબિનેટ મંત્રી હતાં. શ્રીનિવાસને આગળ ઉમેર્યું હતું કે, જ્યારે વ્યાપારની વાત કરી તો કરૂણાનિધિ હંમેશા ભવિષ્યનું વિચારતા હતાં. ડીએમકે સરકારનું ઔદ્યોગીકરણ પર વધારે ધ્યાન આપવાનું જ એ પરિણામ છે કે તમિળનાડુ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં સતત આગળ વધતું રહ્યું છે.

તમિળનાડુમાં આઈટી સેક્ટર માટે રોડમાપ બનાવવામાં આવ્યું

જો બીજા સેક્ટરની વાત કરવામાં આવે તો વર્ષ 2000 સુધી જ્યારે આઈટી કંપનીઓ તમિળનાડુ અને હૈદરાબાદમાં પોતાના પગ ફેલાવવામાં વ્યસ્ત હતી ત્યારે કરૂણાનિધિ સામે એ તથ્ય સામે આવી ગયું હતું કે, આ બંને શહેરો અને સેક્ટરમાં લગભગ 80 ટકા લોકો તમિળનાડુના જ છે. એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં તેમની સરકારે માત્ર આઈટી સેકટર માટે રોડપામ તૈયાર કર્યું પરંતુ મોટા પાયે એક આઈટી ઓફિસ સ્પેસ પ્રોજેક્ટ ડિટેલ પાર્કને પણ પ્રમોટ કર્યો.

આઈટી કોરિડૉર બનાવવામાં આવ્યો

ટૂંક સમયમાં જ ચેન્નઈએ દેશના એલીટ આઈટી ક્લબ જોઈન કરી. ચેન્નઈના ઓલ્ટ મહાબલીપુરમ રોડને આઈટી કોરિડૉરનું નામ આપવામાં આવ્યું અને એક 6 લેન યોજનાએ ઓફિસ, ઈન્ડસ્ટ્રિયલ અને રેસિડેંશિયલ પ્રોજેક્ટના સ્ટ્રેચનું નેતૃત્વ કર્યું. ડીએમકે સરકારે આઈટી કોરિડૉરના બીજા છેડે કંપનીઓને પોતાના આઈટી પાર્ક વિકસિત કરવા માટે 1,000 એકર જમીન પણ આપી દીધી. ઉલ્લેખનીય છે કે, તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંટ્રી અને ડીએમકે અધ્યક્ષ મુથુવેલ કરૂણાનિધિનું ગઈ કાલે મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું.