Karunanidhi Passes Away Controversy Over Not Giving Place To Bury Karunanidhi On Marina Beach
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કરૂણાનિધિના દફનાવવા મામલે મોડી રાત્રે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

કરૂણાનિધિના દફનાવવા મામલે મોડી રાત્રે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ

 | 10:01 pm IST

તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં મોડી રાત્રે મહાન નેતા કરૂણાનિધિને ગુમાવ્યા પછી નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે. AIADMK સરકારે કરૂણાનિધિના દફનાવવા માટે મરીના બીચ પર જગ્યા આપવાની ના પાડી છે. આ પહેલા કરૂણાનિધિને દફનાવવા માટે ડીએમકે તરફથી મરીના બીચ પર સ્થાન માંગવામાં આવ્યું છે. જેના કારણે ડીએમકે હોસ્પિટલની બહાર ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. આ મામલે મોડી રાત્રે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરશે.

– કરૂણાનિધિના અવસાનના કારણે આવતીકાલે દિલ્હી સહિત તમામ રાજ્યોના પાટનગર અને સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ રહેશે.

– કોંગ્રેસ અધ્યક્ષે પણ કરૂણાનિધિને મરીના બીચ પર દફનાવવા માટે રાજ્ય સરકારને અપીલ કરી છે. તેમને કહ્યું છે કે કરૂણાનિધિ જનપ્રતિનિધિ છે તેમને આ માન મળવું જ જોઇએ અને મને વિશ્વાસ છે હાલની સરકાર તે અવશ્ય કરશે.

– સુપર સ્ટાર અને રાજનેતા રજનીકાંતે તમિલનાડુ સરકારને અપીલ કરી છે કે તેઓ કરૂણાનિધિ માટે જમીન આપે. સાથે જ તેમને કહ્યું કે, આ તેમના માટે યોગ્ય શ્રદ્ધાંજલિ થશે.

– કરૂણાનિધિના અંતિમ દર્શન માટે પીએમ મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામણ બુધવારે સવારે 10.40 કલાકે ચેન્નાઈ પહોંચશે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હુલુવાદી જી રમેશે કહ્યું કે, મરીના બીચ પર જગ્યા આપવાના મામલે રાત્રે 10.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે. જ્યાં હાલમાં પૂર્વ મુખ્યમંત્રી સી રાજગોપાલચારી અને કે કામરાજનું સ્મારક આવેલ છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રી કે પલનીસ્વામીને પત્ર લખીને કરૂણાનિધિને સીએન અન્નાદુરઈના સ્થાન પર મરીના બીચ પર બનેલા સ્મારકની અંદર દફનાવવાની માંગણી કરી છે. સ્ટાલિન આ માટે સીએમ સાથે મુલાકાત પણ કરી હતી.

આ તરફ તમિલનાડુ સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટ તરફથી મરીના બીચ પર ઘણાં સ્થાનો પર હજી સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. સરકાર સરદાર પટેલ રોડ પર રાજાજી અને કામરાજના સ્મારત પાસે બે એકર જગ્યા આપવા માટે તૈયાર છે. જ્યારે કેટલાંક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કરૂણાનિધિનું અવસાન ચાલું સત્તાએ થઈ તેથી સરકાર તેમને મરીના બીચ પર જગ્યા આપવાના મૂડમાં નથી.

અત્રે નોંધનીય છે કે પૂર્વ સીએમ એમજી રામચંદ્રન અને જે જયલલિતાને મરીના બીચ પર જ દફનાવ્યા હતા. જે બંને કરૂણાનિધિના સીધા વિરોધીઓ હતા. આ તરફ કાવેરી હોસ્પિટલની બહાર ભારે વિરોધ ચાલી રહ્યો છે અને તેમના શબને લઈને જતાં એમ્બ્યુલન્સને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યો છે. આ તરફ કોંગ્રેસે આ મામલે તમિલનાડુ સરકારને રાજનીતિ ન કરવાની સલાહ આપી છે.

કરૂણાનિધિનું નિધન, દક્ષિણ ભારતની રાજનીતિના પિતામહે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ