shubhaavi choksey kasauti zindagi kay 2 glamorous photos
  • Home
  • Featured
  • Photos: રિયલ લાઇફમાં ખુબજ ગ્લેમરસ છે પ્રેરણાની સાસુ મોહિની, તસવીરો જોઈ ઓળખી નહી શકો

Photos: રિયલ લાઇફમાં ખુબજ ગ્લેમરસ છે પ્રેરણાની સાસુ મોહિની, તસવીરો જોઈ ઓળખી નહી શકો

 | 7:52 am IST

ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી-2 પહેલા પાર્ટની જેમજ બીજો પાર્ટ પણ દર્શકોને ખુબજ પસંદ પડી રહ્યો છે. દર્શકો પાત્રો સાથે જોડાઈ ચુક્યા છે. આમતો શોમાં અનુરાગ અને પ્રેરણાનો રોલ નિભાવી રહેલ કલાકાર એરિકા ફર્નાન્ડિસ અને પાર્થ સમથાન લાઈમ લાઇટમાં રહે છે.

પણ શોમાં પ્રેરણાની સાસુનો રોલ કરતી એકટ્રેસ શુભાવી ચૌકસેને જ્યારે તમે ઓફ સ્ક્રિન મળો ત્યારે ઓળખી પણ ન શકો એટલી ફેશનેબલ છે આ અભિનેત્રી. શુભાવી ચૌકસે શોમાં અનુરાગની માં અને પ્રેરણાની સાસુ મોહિની બસુનો રોલ નિભાવી રહી છે. શુભાવી રિયલ લાઇફમાં સહેજ પણ સાસુ જેવી લાગતી નથી. તે ખુબજ ગ્લેમરસ પણ છે. શુભાવી સોશિયલ મીડિયા પર પણ ખુબજ એક્ટિવ રહે છે.

શુભાવી શૂટિંગ દરમિયાન તેના અનુભવ અને સેટ પરથી તેના ગેટઅપની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેનો ફેશનબેલ અંદાજ કોઈથી છુપાયેલો નથી. શુભાવી પોતાના રોલમાં હેય ત્યારે તેને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે.
કસૌટી જિંદગી કી જ નહી શુભાવી કેટલીયે મોટી ટીવી સીરિયલો સાથે જોડાઈ ચુકી છે.

શુભાવીએ સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી અને બડે અચ્છે લગતે હે જેવી સીરિયલોમાં અભિનય કર્યો છે. શુભાવીએ બોલિવુડમાં પણ કિસ્મત અજમાવી હતી. 2018ની જ્હાન્વી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડકમાં અભિનય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન