Kasauti Zindgi ki 2 promo release
  • Home
  • Entertainment
  • જૂના અંદાજમાં રિલીઝ થયો ‘કસૌટી જિંદગી કી-2’નો પ્રોમો

જૂના અંદાજમાં રિલીઝ થયો ‘કસૌટી જિંદગી કી-2’નો પ્રોમો

 | 3:20 pm IST

પોપ્યુલર ટીવી શો કસૌટી જિંદગી કી-2 હવે એક દાયકા બાદ ફરીથી દર્શકોની વચ્ચે હશે. પરંતુ આ વખતે સ્ટાર કાસ્ટ પૂરી રીતે બદલી દેવામાં આવી છે. આ સીરિયલની બધા આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. ત્યારે હવે સીરિયલનો પ્રોમો લોન્ચ કરી દીધો છે.

પ્રોમોમાં મ્યૂઝિકથી લઈને સ્ટાર કાસ્ટનો અંદાજ એકદમ હટકે દેખાઈ રહ્યો છે. જોકે, આ શો ક્યારથી શરૂ થશે તેની હજી જાહેરાત નથી કરી. પરંતુ તેના લીડ સ્ટાર્સના નામ ધીરે ધીરે સામે આવી રહ્યાં છે. આ સીરિયલમાં લીડ રોલમાં એરિકા ફર્નાન્ડીઝ છે, તો મેલ લીડ રોલમાં પાર્થ સામથાન છે, જે અનુરાગ બાસુનો રોલ પ્લે કરશે. તો બીજી તરફ, વિલનના રોલ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આ રેસમાં મધુરિમા તુલી સૌથી આગળ હોવાનું કહેવાય છે, જે ચંદ્રકાંતા સીરિયલથી ફેમસ થઈ હતી.