‘Kasautii Zindagii Kay 2’ Actress Erica Fernandes Share Funny Video
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘કસૌટી જિંદગી કી 2’ની ‘પ્રેરણા’ બની નાની બાળકી, લાખો લોકોએ જોયો આ Funny Video

‘કસૌટી જિંદગી કી 2’ની ‘પ્રેરણા’ બની નાની બાળકી, લાખો લોકોએ જોયો આ Funny Video

 | 5:48 pm IST

ટીવી સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ હાલ પોપ્યુલર શોમાંથી એક છે. શોના પાત્ર અનુરાગ, પ્રેરણા અને કોમોલિકા દર્શકોને ઘણા પસંદ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શોની સ્ટાર કાસ્ટ શેટ પર ઘણી મસ્તી કરે છે. તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જ્યારે હવે વધુ એક એવો વીડિયો શોની એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડીઝે તેના ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં તેઓ અન્ય સ્ટાર સાથે મસ્તી કરતા દેખાઈ રહી છે.

આ વીડિયોને પોસ્ટ કરી એરિકાએ લખ્યુ કે ‘કસૌટી બચપન કી’. વીડિયોમાં એક્ટ્રેસે બેબી ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. જેમાં તેઓ નાના બાળકની જેમ દેખાઈ રહી છે. આ વીડિયો એરિકાએ પાર્થ સમ્થાન, પૂજા બનર્જી, સાહિલ આનંદ અને શુભાવી ચૌકસે સાથે મળીને બનાવ્યો છે. વીડિયોમાં બધા એક્ટર્સ નાના બાળકની જેમ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે આ વીડિયોને ફેન્સ પણ ઘણો પસંદ કરી રહ્યા છે. લખાય ત્યાં સુધી લગભગ 12 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન