jyotirlinga kashivishwamanth temple: do darshan in Shravan
  • Home
  • Astrology
  • કાશી વિશ્વનાથ મહાદેવ વિશેની આ વાત તમે નહિં જ જાણતા હોય

કાશી વિશ્વનાથ મહાદેવ વિશેની આ વાત તમે નહિં જ જાણતા હોય

 | 9:34 pm IST

વારાસણીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર તેની ખાસ રચનાના કારણે અત્યંત પ્રખ્યાત છે. કારણ કે મંદિરના ગુંબજમાં શ્રીયંત્ર મંડિત છે. તેના કારણે તેને તંત્ર સાધના માટે ખાસ માનવામાં આવે છે. આ મંદિરના ગર્ભગૃહના ચાર દ્વાર પણ તંત્રની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. જેમાં પહેલું શાંતિ દ્વાર, બીજું કલા દ્વાર, ત્રીજું પ્રતિષ્ઠા દ્વાર અને ચોથું નિવૃત્ત દ્વાર છે. માન્યતા છે કે આ ચાર દ્વારની પાંચ પરિક્રમા કરનારના જીવનની તમામ સમસ્યાઓનો અંત થઈ જાય છે.

પૌરાણિક માન્યતા છે કે બાર જ્યોતિર્લિંગમાંથી પ્રમુખ એવું શ્રી કાશી વિશ્વનાથ બે ભાગમાં છે. જેની જમણી તરફ શક્તિનાર રૂપમાં મા ભગવતી બિરાજમાન છે જ્યારે બીજી તરફ ભગવાન શંકર બિરાજમાન છે. એટલા માટે જ આ સ્થળને મુક્તિક્ષેત્ર કહેવાય છે. શિવજી પોતે આ સ્થળે તારક મંત્ર આપીને તેના ભક્તોને તારે છે અને એટલા માટે જ કહેવાય છે કે આ સ્થળે માણસને જન્મોના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

આ મંદિરમાં જ્યોતિર્લિંગ ગર્ભગૃહના ઈશાન ખૂણામાં છે. તેનો અર્થ થાય છે કે તે સંપૂર્ણ વિદ્યા અને દરેક કળાથી ભરપૂર છે. આ મંદિરનું મુખ્ય દ્વાર દક્ષિણથી ઉત્તરની તરફનું છે તેથી સૌથી પહેલા બાબાના અઘોર સ્વરૂપના દર્શન થાય છે. પ્રવેશ કરતાંની સાથે જ માણસના તમામ પાપ કર્મો નષ્ટ થઈ જાય છે. ભક્તો માને છે કે બાબા દિવસભર કાશીમાં ભ્રમણ કરે છે અને રાત્રિના નવ કલાકે મંદિરમાં થતી શ્રૃંગાર આરતી સમયે તેઓ રાજાના વેશમાં આવી જાય છે. તેથી તેમને સ્થાનિકો રાજેશ્વર પણ કહે છે. કહેવાય છે કે માતા ભગવતિ અન્નપૂર્ણાના રૂપમાં કાશી નિવાસીઓનું પેટ ભરે છે અને બાબા મૃત્યુ પછી તેમની આત્માને મુક્તિ પ્રદાન કરે છે.

કાશી માટે એક એવી પણ માન્યતા છે કે બાબા ત્રિશૂલ પર બિરાજમાન છે. એક સમયે જ્યાં મંદાકિની નદી અને ગોદાવરી નદી વહેતી તે બંનેની મધ્યમાં શિવજી બિરાજતા. જે સ્થળ ભૌગોલિક દ્રષ્ટિએ ત્રિશૂલના આકારમાં છે.