કાશ્મીરમાં હિમપ્રપાતમાં ગુજરાતનો જવાન શહીદ, પરિવારમાં શોકની લાગણી - Sandesh
  • Home
  • Gujarat
  • કાશ્મીરમાં હિમપ્રપાતમાં ગુજરાતનો જવાન શહીદ, પરિવારમાં શોકની લાગણી

કાશ્મીરમાં હિમપ્રપાતમાં ગુજરાતનો જવાન શહીદ, પરિવારમાં શોકની લાગણી

 | 9:17 am IST

ગણતંત્રના દિવસે જ કાશ્મીરના બાંદીપોરામાં નિયંત્રણ રેખા નજીક સૈન્યની ચોકી હિમપ્રપાતની ઝપટમાં આવી છે. તેના લીધે 10 સૈનિકો ગુમ થયા હતા. તેમાંથી એક ગુજરાતી જવાનનું પણ નામ હતું, જે શહીદ થયાની માહિતી હાલ પ્રાપ્ત થઇ રહી છે. હિમપ્રપાતમાં 51 રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પને અસર પહોંચી હતી.

ગોધરાના ઓરવાડા ગામના જવાન સુનિલ તખ્તસિંહ પટેલ શહીદ થયાના સમાચાર પરિવારજનોને મળતા શોકનું મોજું ફરી વળ્યું છે. શહીદના પિતા તખ્તસિંહ પટેલે જણાવ્યું કે તેમને આજે બપોરે દીકરો શહીદ થયાના સમાચાર પ્રાપ્ત થયા હતા.

જ્યારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય સેના માટે માઠા સમાચાર મળ્યા હતા. હિમપ્રપાતમાં દબાઈ જવાને કારણે 10 જવાન વીરગતિને વર્યા હતા. જ્યારે ‘અનેક’ ગુમ થઈ ગયા છે. ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે, બુધવારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલ આર્મી કેમ્પ હિમપ્રપાતની ઝપટમાં આવી ગયો હતો. જેમાં 10 સૈનિક વીરગતિને વર્યા છે. જ્યારે અન્ય સાતને બચાવી લેવામાં આવ્યા છે. ગાંદરબલ જિલ્લાના સોનાગઢ વિસ્તારમાં બુધવારે સૈન્યનો કેમ્પ હિમપ્રપાતની લપેટમાં આવી ગયો. એક મેજર સહિત આઠ જવાન ઝપટમાં આવી ગયા હતા. જવાનો બચી ગયા હતા પરંતુ મેજર શહીદ થઇ ગયા. સેનાની 115 ટીએની બટાલિયન સોનામઢ વિસ્તારમાં નિયુક્ત છે. જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરેઝમાં જવાનોની વીરગતિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. ટ્વિટર પર વડાપ્રધાને લખ્યું, “કાશ્મીરમાં હિમપ્રપાતને કારણે ભારતીય જવાનોના મોતથી દુખ થયું છે. તપાસ અને બચાવ અભિયાનમાં ગતિ લાવવા તંત્રને નિર્દેશ આપ્યા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન