કાશ્મીર ચૂંટણી :  ઉમેદવારી કરનારને કફન સાથે રાખવા આતંકીઓની ચેતવણી - Sandesh
  • Home
  • Newspaper
  • કાશ્મીર ચૂંટણી :  ઉમેદવારી કરનારને કફન સાથે રાખવા આતંકીઓની ચેતવણી

કાશ્મીર ચૂંટણી :  ઉમેદવારી કરનારને કફન સાથે રાખવા આતંકીઓની ચેતવણી

 | 1:59 am IST

। શ્રીનગર ।

જમાત-એ-ઇસ્લામના કટ્ટર સમર્થક અને સરકારી કર્મચારી મહમદ ઇકબાલે ૨૦૧૧માં યોજાયેલી પંચાયતી ચૂંટણીઓમાં પહેલી વાર મતદાન કર્યું હતું. કુલગામ જિલ્લાનાં હવારૂ ગામના વતની ઇકબાલે કહ્યું હતું કે તેમણે પોતાના મિત્રને મત આપ્યો હતો. આજે ૫૦ વર્ષની વયે પહોંચેલા ઇકબાલે કહ્યું હતું કે, ‘હું હંમેશાં ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરતો હતો, તે રાહે અમે પ્રતિકાર નોંધાવતા હતા, પરંતુ ૨૦૧૧માં મારા પાડોશીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ગામની કોઈ અન્ય વ્યક્તિ તેની સામે જીતી જાય તે મંજૂર નહોતું તેથી મતદાન કર્યું હતું.’   બુરહાન વાની ઠાર થયા પછી રાજ્યમાં સ્થિતિએ વળાંક લીધો છે. સેંકડો પંચાયતસભ્યોએ રાજીનામાં આપીને ફરી ચૂંટણીમાં ભાગ ના લેવાના શપથ લીધા છે.

બીજી તરફ હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઇકુએ ઓડિયો મેસેજથી ચેતવણી આપી છે કે ઉમેદવારીફોર્મ ભરવા જાઓ ત્યારે કફન સાથે લઈને જજો. નાઇકુએ ચૂંટણીઉમેદવાર અને મતદારોને એસિડથી હુમલા કરવાની ચેતવણી આપી છે.

પંચાયતી ચૂંટણી યોજવા જાહેરાત  

રાજ્યમાં પંચાયતની ચૂંટણી યોજવા જાહેરાત થઈ ચૂકી છે. મ્યુનિસિપલ ચૂંટણીઓ ૧ ઓક્ટોબરથી ૫ ઓક્ટોબર દરમિયાન ચાર તબક્કામાં તેમજ પંચાયતની ચૂંટણીઓ ૮ નવેમ્બરથી ૪ ડિસેમ્બર વચ્ચે આઠ તબક્કામાં યોજવાની જાહેરાત થઈ છે.

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર  

પંચાયતના ચૂંટણીકાર્યક્રમની જાહેરાત તો થઈ ચૂકી છે પરંતુ નેશનલ કોન્ફરન્સ અને નેશનલ ડેમોક્રેટિક પાર્ટી જેવા રાજકીય પક્ષો કેન્દ્ર સરકાર કલમ ૩૫એ મુદ્દે સ્પષ્ટતા ના કરે તો ચૂંટણીબહિષ્કાર કરશે તેવું એલાન કરી ચૂક્યા છે. દરમિયાન સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ ૩૫એના બંધારણીય મૂલ્યને પડકારતી અરજી પરની સુનાવણી જાન્યુ. ૨૦૧૯ સુધી મુલતવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;