Kashmir Governors would just drink, play golf: Satya Pal Malik
  • Home
  • Featured
  • ‘રાજ્યપાલની પાસે કોઇ કામ હોતું નથી, કાશ્મીરના ગવર્નર દારૂ પીએ છે’

‘રાજ્યપાલની પાસે કોઇ કામ હોતું નથી, કાશ્મીરના ગવર્નર દારૂ પીએ છે’

 | 7:26 am IST

ગોવાના હાલના અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે એક નિવેદનમાં કહ્યું છે કે ગવર્નરની પાસે કોઇ કામ હોતું નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી તે સમયે ત્યાંના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિકે દાવો કર્યો કે કાશ્મીરમાં જે ગવર્નર હોય છે તે મોટાભાગે દારૂ પીએ છે અને ગોલ્ફ રમે છે.

દારૂ પીએ છે અને ગોલ્ફ રમે છે ગવર્નર

ગોવામાં રાજ્યપાલનું સંવૈધાનિક પદ સંભાળી રહેલા સત્યપાલ મલિક ઉત્તર પ્રદેશમાં પોતાના ગૃહનગર બાગપતની મુલાકાતે આવ્યા હતા. અહીં એક સભાનં સંબોધિત કરતાં તેમણે આ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ આરામથી રહે છે અને તેઓ કોઇ ઝઘડામાં પડતા નથી.

બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલની ભૂમિકા સંભાળી ચૂકેલા સત્યપાલ મલિકે કહ્યું કે ગવર્નરને કોઇ કામ હોતું નથી કાશ્મીરમાં જે ગવર્નર હોય છે તે મોટાભાગે દારૂપીએ છે અને ગોલ્ફ રમે છે, બાકી જગ્યાએ જે ગવર્નર હોય છે તેઓ આરામથી રહે છે કોઇ ઝઘડામાં પડતા નથી.

અગત્યના અવસર પર જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ

આપને જણાવી દઇએ કે 5મી ઑગસ્ટ 2019ના રોજ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને સ્પેશ્યલ દરજ્જો આપનાર કલમ-370ને નિષ્ક્રીય બનાવાનો નિર્ણય કર્યો તો એ સમયે સત્યપાલ મલિક ત્યાંના રાજ્યપાલ હતા. આ દરમ્યાન રાજ્યના પ્રશાસનિક મશીનરી અને સુરક્ષાની જવાબદારી તેમના હાથમાં હતી. તેમના કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ફાળવી દીધા.

3 નવેમ્બર 2019ના રોજ સત્યપાલ મલિકની ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઇ હતી. ગોવાના રાજ્યપાલ પદના શપથ લેતા તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરને ખૂબ જ સમસ્યાગ્રસ્ત મનાય છે પરંતુ તેમણે અહીંની પરેશાનીઓનો સામનો સફળતાપૂર્વક કર્યો અને રાજ્યની તમામ સમસ્યાઓ દૂર કરી દીધી.

બાગપતમાં તેમણે બિહારમાં રાજ્યપાલ તરીકે શિક્ષણ ક્ષેત્રમાં ઉઠાવેલા પગલાંનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે તેઓ બિહારના રાજ્યપાલ હતા તો રાજ્યમાં 100 કોલેજ એવી હતી જે રાજનેતાઓની હતી. તેમને ત્યાં એક શિક્ષક પણ નહોતા, ત્યાં દર વર્ષે બીએડમાં એડમિશન કરાવી દેવાતું અને પૈસા આપીને પરીક્ષા અપાતી અને ડિગ્રીઓ વહેંચવામાં આવતી હતી. મેં તમામ કોલેજ ખત્મ કરી અને એક કેન્દ્રીયકૃત પરીક્ષા પ્રણાલી વિકસિત કરી.

આ વીડિયો પણ જુઓ : કોરોનાને લઈને PM મોદીની વિડીયો કોન્ફરન્સ દ્વારા SAARC દેશો સાથે ચર્ચા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન