Kashmir Issue : RS Dy Chairman Harivansh Hit Back At Pakistan at Speakers In Maldives
  • Home
  • Featured
  • કાશ્મીર મુદ્દે હરિવંશે આપ્યો એવો જવાબ કે માલદીવની સંસદમાં પાકિસ્તાનના મહિલા અધિકારીની રાડારાડ

કાશ્મીર મુદ્દે હરિવંશે આપ્યો એવો જવાબ કે માલદીવની સંસદમાં પાકિસ્તાનના મહિલા અધિકારીની રાડારાડ

 | 11:06 am IST

જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણય બાદથી જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જગતમાં પોતાના પક્ષમાં માહોલ બનાવા માટે હાથ-પગ મારી રહ્યું છે. રવિવારના રોજ માલદીવ્સની સંસદમાં પણ પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને ઉઠાવ્યો, પરંતુ તેને જડબાતોડ જવાબ મળી ગયો. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહે કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવતા પાકિસ્તાની દળને જોરદાર જવાબ આપ્યો. રાજ્યસભા સાંસદે પાકિસ્તાનને પોતાના જ લોકો પર કરી રહેલા નરસંહારની યાદ અપાવતા અરીસો દેખાડ્યો.

પાકિસ્તાનના પ્રતિનિધિત્વ નેશનલ એસેમ્બલીના મહિલા ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરી અને પાકિસ્તાની સેનેટર કુર્રતુલ એન મારી કરી રહ્યા હતા. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ કરી રહ્યા હતા.

કાસિમ સુરી: ફલસ્તીન અને રોહિંગ્યાના મુસલમાનો પર અત્યાચારનો હવાલો આપતા ઉર્દૂમાં કહ્યું , અમે કાશ્મીરના બેબસ મુસલમાનો પર જે જુલમ અને સિતમ થઇ રહ્યો છે તેને નજરઅંદાજ કરી શકાશે નહીં. આપણે તેમની સાથે થનાર અન્યાયનો પસ્તાવો કરવો પડશે. પાકિસ્તાનની પૉલિસી મજલૂમ અને લાચાર લોકોની સાથે ઉભા રહેવાની છે.

ત્યારબાદ ભારતીય દળની તરફથી આપત્તિ નોંધાવામાં આવી. તેના પર માલદીવના સ્પીકરે કેટલીય વખત ડેપ્યુટી સ્પીકર પોઇન્ટર ઓફ ઓર્ડર કહ્યું. માલદીવના સ્પીકરે કહ્યું કે એક સમયમાં કોઇ એક વકત્તા જ મંચ પર પોતાની વાત મૂકશે. ભારતીય પ્રતિનિધિ દળ એ પોઇન્ટ ઓફ ઓર્ડરની માંગણી કરી છે અને હું તેને એ આપવા જઇ રહ્યો છું. ભારતની તરફથી રાજ્યસભા ઉપસભાપતિ હરિવંશે જવાબ આપ્યો.

RS ઉપસભાપતિ હરિવંશ: માનનીય! હું કડકથી કડક શબ્દોમાં પાકિસ્તાની વકતા દ્વારા ભારતના આંતરિક મુદ્દાને આ મંચ પર ઉઠાવાની નિંદા કરું છું. તેની સાથે જ અમે આ સમિટના મુખ્ય ઉદ્દેશથી હટીને મુદ્દાને રજૂ કરવાનો પણ વિરોધ કરીએ છીએ. પાકિસ્તાનને જરૂર છે કે તેઓ રાજ્ય સમર્થિત તમામ આતંકવાદી ગતિવિધિઓ અને સરહદ પાર આતંકવાદને ખત્મ કરે જેથી કરીને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરત ફરીથી સ્થાપી શકાય.

ત્યારબાદ પાકિસ્તાની પ્રતિનિધિ દળની તરફથી સખ્ત પ્રતિક્રિયા આવી, પરંતુ રાજ્યસભા ઉપસભાપતિએ બોલવાનું ચાલુ રાખ્યું.

હરિવંશ: જે મુલ્કે પોતાના જ દેશના એક ક્ષેત્ર વિશેષના લોકોનો નરસંહાર કર્યો અને તેના લીધે એક અલગ દેશનું નિર્માણ થયું, તેને શું ખરેખર નૈતિક અધિકાર છે કે તેઓ કોઇ મુલ્ક પર આંગળી ઉઠાવે.

પાકિસ્તાની સેનેટર કુર્રતુલ એન મારી: હું ભારતીય વકતાના આ આરોપ (આતંક સમર્થક)ની કઠોર શબ્દોમાં નિંદા કરું છું. પાકિસ્તાન આતંક સમર્થક રાષ્ટ્ર નથી પરંતુ આતંકવાદ પીડિત મુલ્ક છે. આઇ એમ સોરી…પરંતુ આ હકીકત નથી. તમે તેમણે આવું કહેવા માટે કંઇ રીતે અનુમતિ આપી શકો છો.

તેના પર રાજ્યસભા ઉપસભાપતિએ તથ્યોની સાથે પોતાની વાત મૂકી.

હરિવંશ: પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરના નાગરિકોને પ્રતાડિત કર્યા છે. તેમના સંવૈધાનિક અધિકારોને તેમનાથી વંચિત રાખ્યા છે. જબરદસ્તી પાક અધિકૃત કાશ્મીરમાં કઠપૂતળી વડાપ્રધાનની નિમણૂક કરી છે જ્યારે એક ક્ષેત્ર જે ના દેશ છે અને ના તો રાષ્ટ્રની માન્યતા તેમની પાસે છે.

ત્યારબાદ પાકિસ્તાનના બંને વક્તા ભારત પર આરોપ લગાવા લાગ્યા. ગૃહમાં હોબાળો થતાં સ્પીકરે બંને દેશોના પ્રતિનિધિ દળને શાંત રહેવાની અપીલ કરી. સ્પીકરે કહ્યું કે ગૃહમાં ઑર્ડર મેન્ટેન કરો.

પાકિસ્તાની સેનેટર કુર્રતુલ એન મારી: હું પૂરજોર વિરોધ કરતો રહીશ. તમે પાકિસ્તાનના આંતરિક મામલામાં કોઇ બીજા દેશને દખલ કરવાની અનુમતિ કેવી રીતે આપી શકો છો. મારે તમને હવે પોઇન્ટર ઓફ ઓર્ડર આપવો પડશે.

ત્યારબાદ શોર-બકોર વધતા ડાયસ પર હાજર માલદીવના સ્પીકરે કહ્યું કે ભારતીય પ્રતિનિધિ દળે પોતાની વાત મૂકી છે. પાકિસ્તાનના ડેપ્યુટી સ્પીકર અને પાકિસ્તાની વક્તા દળ તમે બેસી જાઓ. અમે બધા જાણીએ છીએ કે અહીં પોઇન્ટ ઓફ ઓર્ડર આપી શકાય નહીં, પોઇન્ટ ઓફ ઓર્ડર મળવાનો કોઇ અવકાશ જ નથી. ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિ દળ એકબીજા ઉપર આરોપોનો વરસાદ કરતાં માહોલ કંઇક એવો બન્યો કે થોડીક વાર માટે ડાયસ પર હાજર પાંચેય મંચ સંચાલક પણ હસવા લાગ્યા.

આ વીડિયો પણ જુઓ – વડોદરામાં પેલેસના ગણપતિની રજવાડી ઠાઠથી પધરામણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન